મારો અવાજ,
સામરવાડા ગામે હાઈવે પરના દબાણો હટાવાયા…..
ધાનેરા તાલુકાના સામરવાડા ગામે વરસોથી હાઇવે પર લારી ગલ્લા પર શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા લારી ગલ્લાવાળાઓ સામે હાઇવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા લારી ગલ્લાવાળાઓને હાઇવે પરથી ખસેડી મૂકતા લારી ગલ્લા વાળાનું ગુજરાન છીનવાઈ ગયું છે.એકબાજુ ધાનેરા નેશનલ હાઇવે પર પાકા થયેલાં દબાણો કે પછી હાઇવે પર પડેલાં ખાડાઓ અઘિકારીઓને નજરમાં આવતા નથી કે આંખ આડા કાન કરી રહ્યા છે.
પણ જ્યારે કોઈ નાનો ગરીબ વર્ગનો વ્યક્તિ હાઇવે પર લારી ગલ્લો લઈને પોતાનું ગુજરાન ચલાવતા હોય છે તે હાઇવે ઓથોરિટી અધીકારીઓને તરતજ ધ્યાનમાં આવતું હોય છે કે પછી કોઈ મોટા માથા ઓના કહેવાથી ગરીબ અને નાના માણસોને હેરાન કરવામાં આવતા હોય છે તેવાં અનેક સવાલો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને મુંઝવી રહ્યાં છે.