ચાણસ્મા તાલુકાના મીઠી ઘારીયાલ ગામે કોઈ ઈસમ દ્વારા પોતાના વાડામાંથી ગાયને ટ્રેક્ટર સાથે બાંધી ઢસડી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ગામ લોકોમાં આક્રોશ
ગાયનું મરણ થયું હશે તેમાં માની કદાચ મૃતગાય ને નાખવા આવતા હશે પ્રથમ નજરે તેવું લાગ્યું પરંતુ ગાય જીવતી જોવા મળતા ઘટનાને નજરે જોનાર વ્યક્તિ એ ગામ લોકો અને પોલીસની જાણ કરી હતી
ચાણસ્મા તાલુકાના મીઠી ઘારીયાલ ગામે ગુરુવારે બપોરના સમય ગામનો જ એક ઇસમ પોતાના વાડામાંથી ટ્રેક્ટર સાથે ગાયને બાંધીને ઢસડીને રોડ પર લાવતો હોવાની ઘટના પ્રકાશમાં આવતા મીઠી ગારીયાલ ગામમાં અને જીવદયા પ્રેમીઓમાં આક્રોશ પામ્યો છે ઘટનાની જાણ ગામમાં થતા ગામ લોકો ના ટોળેટોળા ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા અને આક્રોશ વ્યક્ત કરતા ગુરુવારે બપોરના સમય મીઠી ગારીયાલ ગામના પ્રવેશ દ્વાર ની બાજુમાં પાકા રોડની સાઈડમાં સીસી રોડબાજુએ થી એક વ્યક્તિ ગાયને ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડી ને આવતો ગામ નો એક વ્યક્તિ જોઈ જતા પ્રથમ તો તેમને એવું લાગ્યું હતું કે ગાયનું મરણ થવાથી કદાચ તેને નાખવા માટે આવતા હશે પરંતુ ગાય જીવિત જોવા મળતા જોનાર વ્યક્તિએ ગામ લોકો અને પોલીસને જાણ કરી હતી
ઘટનાને નજરે જોનાર વ્યક્તિ ગામના પ્રવેશ દરવાજા પાસેથી પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન રોડની બાજુમાં ટ્રેક્ટર સાથે ગાયને બાંધીને એક વ્યક્તિ રોડની સાઈડમાં આવી રહ્યો હતો પ્રથમ તો મને એવું લાગ્યું કે કદાચ ગાય નું મરણ થયું હશે અને નાખવા આવી રહ્યો છે પરંતુ ગાય લોહી લુહાણ હાલતમાં અને હલન ચલન કરતી હાલતમાં જોવા મળતા જીવતી હોવાનું જાણવા મળતા ગામ લોકોને જાણ કરી હતી અને પછી ચાણસ્મા પોલીસ મથકે જાણ કરાઈ હતી
ચાણસ્મા પોલીસ આ ઘટના અંગે શું કહે છે
મીઠી ઘારીયાલ ગામે કોઈ વ્યક્તિ દ્વારા ગાયને ટ્રેક્ટર સાથે બાંધીને ઢસડતી હોવાની ઘટના અંગેની જાણ થતા પીએસઆઇ ડામોરે ઘટના સ્થળેથી પશુ ડોક્ટરને બોલાવી ઇજાગ્રસ્ત ગાયની સારવાર શરૂ કરાઈ હતી અને નજરે જોનાર વ્યક્તિના કહેવા મુજબ ગાયને ઢસડનાર વ્યક્તિને ચાણસ્મા પોલીસ મથકે ડીટેઇન કરી વધુ તપાસ હાથ ધરી હતી પરંતુ કોઈ વ્યક્તિ ગાયનું માલિક બનતું ન હોવાના કારણે અને કોઈ ફરિયાદી બનતું ન હોવાના કારણે હાલમાં પોલીસ મથકે જાણવા જોગ નોંધ કરી વધુ કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું પીઆઇ વસાવા એ જણાવ્યું હતું
દુર્ભાગ્યની વાત તો એ છે કે એક દિવસ પહેલા જ મોઢેરા જીવ દયા પાંજરાપોળના પૂળા બળીને ખાખ થઈ જતા ગામના રામામંડળ દ્વારા એક લાખ 11 હજાર મૂંગા ઢોર માટે એકઠા કરાયા હતા પરંતુ આજ ગામમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બનતા જીવદયા પ્રેમીઓમાં રોશ ની લાગણી ફેલાઈ છે