મારો અવાજ,
આજ રોજ ભુજ મધ્યે કલેકટર કચેરી ખાતે ભુજ અનુસૂચિત જાતી સહકારી મંડળીની મળેલ જમીનોનો પ્રત્યક્ષ કબ્જો આજ દિવસ સુધી ના સોપાયો હોવાના લીધે કલેકટરશ્રીને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ અને ભુજ અનુસૂચિત જાતી સહકારી મંડળીની સમિતિ અને સભાસદો દ્વારા રજુઆત કરવામા આવી હતી. જેમાં ટોચ માર્યાદા ધારા હેઠળ જે જમીનો ફાજલ હતી એ મંડળીઓને સોંપવામા આવી હતી. પણ એ જમીનોના કબ્જા આજે પણ ભૂમાફિયાઓ પાસે છે, જે દાદાગીરીપૂર્વક રાખી બેઠા છે અને દલિત સમાજને એના કબ્જા આપી રહ્યા નથી.
આ જમીનો અંદાજિત 850 એકર જેટલી છે અને આ જમીનોમા કિંમતી ખનીજો હોવાના લીધે ત્યાંના દબંગો અને માથાભારે વ્યક્તિઓ આ જમીનો ખાલી કરતા નથી. ત્યારે આજે ઉગ્ર રજુઆત કરવામા આવી કે દિવસ 15મા જો કબ્જા અનુસૂચિત જાતી ના સભાસદોને નહિ સોંપવામા આવે તો કલેકટરશ્રીની કચેરી સમક્ષ અચોક્કસ મુદતના ધરણા કરવામા આવશે…
આ આવેદનપત્રમા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચની ટીમ અને ભુજ અનુસૂચિત જાતી સહકારી મંડળીના પ્રમુખ તેમજ સર્વે ગામના સભાસદો હાજર રહ્યા હતા સાથે અન્ય જાગૃતો પણ સાથે રહ્યા હતા….