મારો અવાજ,
ચાણસ્મા ખાતે ગુજરાત નાણાં ધીરનાર કાયદો અન્વય 2011 નીચે લોક દરબાર યોજાયો
આજરોજ તારીખ 20 1 2023 ના 10:00 કલાકે ચાણસ્મા ખાતે આવેલ સારદાબા હોલમાં ગુજરાત નાણાધિરનાર કાયદા 2011 અંતર્ગત લોક દરબાર યોજાયો જેમાં ડીવાયએસપી સાહેબે વધુ વ્યાજ લેતા વ્યાજખોરો બાબતે સમગ્ર માહિતી પૂછતા આવેલ પ્રજાજનો માંથી કોઈપણ વ્યક્તિ અરજી કરવા તૈયાર થયું હતું નહીં અને એમ લાગી રહ્યું હતું કે ચાણસ્મા શહેરમાં કોઈપણ વ્યક્તિ વધુ વ્યાજ લેતો હોય એવું લાગતું નથી ડીવાયએસપી સાહેબે જણાવ્યું હતું. કે વ્યાજે નાણાં ધીરનાર વ્યક્તિએ લાયસન્સ લેવું ફરજિયાત છે પરંતુ સગા વાલા કે મિત્ર પાસેથી લીધેલા નાણા નું ધિરાણ લાયસન્સ વગર હોય તો પણ તે માન્ય છે સાહેબ છે જણાવ્યું હતું કે ઘણીવાર ઓછું વ્યાજ લેનાર વ્યક્તિઓને પૈસા નહિ આપવાના કારણે પણ ખોટા કેસ કરવામાં આવે એવું પણ બની શકે છે માટે પોલીસ સાચી તપાસ કર્યા પછી જ કાયદેસરની કાર્યવાહી કરે છે ચાણસ્માના પીઆઈ વસાવા સાહેબે પણ જણાવ્યું હતું કે અતિશય વ્યાજ લેનાર વ્યક્તિઓ જેવું કે ૧૦ ટકા ૨૦ ટકા એવા કોઈ વ્યક્તિઓ પાસે તમે પૈસા લીધા હોય તો અમને જાણ કરો અને અમે એની પાકી તપાસ કર્યા બાદ છે એના ઉપર કાયદેસરનો ગુનો દાખલ કરીશું વસાવા સાહેબે જણાવ્યું હતું કે ચાણસ્મા ખાતે એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે
જેની તપાસ ચાલુ છે આ સમગ્ર કાર્યક્રમ ને સફળ બનાવવામાં પોલીસ હેડ કોસ્ટેબલ અશોકભાઈ ચૌધરી તથા પોલીસ હેડ કોસ્ટેબલ મહેન્દ્રભાઈ બારોટ દ્વારા સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ડી વાય એસ પી સાહેબ તથા પીઆઇ વસાવા સાહેબ તથા ચાણસ્મા નગરપાલિકા પ્રમુખ વિષ્ણુભાઈ ભગત તથા ગર્લ્સ હાઇસ્કુલ ના આચાર્ય બેન શ્રીમતી સોનલબેન તથા કેળવણી મંડળના મંત્રી બચુભાઈ પટેલ, ચાણસ્મા પોલીસ સ્ટેશન ના તમામ પોલીસ કર્મચારીઓ તથા ચાણસ્માના નગરજનો પત્રકાર મિત્રો હાજર રહ્યા હતા..
અહેવાલ-ચેતન શાહ, ચાણસ્મા