મારો અવાજ,
લાંધણજ પોલીસે મંડાલી ગામમાં બાતમીના આધારે તબેલામાં ખોદકામ કર્યું, જમીનમાં બનાવેલા ટાંકામાંથી 6 લાખનો દારૂ મળી આવ્યો
લાંઘણજ પોલીસને બાતમી આધારે મંડાલીની સીમમાં આવેલ તબેલા પર વિદેશી દારૂ રાખી વેપાર કરતા હોવાની બાતમી મળતા રેડ મારી રેડ દરમિયાન પોલીસે 6 લાખથી વધુનો વિદેશી દારૂ તેમજ એક ગાડી ઝડપી ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
જમીન ખોદી તો દારૂ નીકળ્યો!:લાંધણજ પોલીસે મંડાલી ગામમાં બાતમીના આધારે તબેલામાં ખોદકામ કર્યું, જમીનમાં બનાવેલા ટાંકામાંથી 6 લાખનો દારૂ મળી આવ્યો
લાંઘણજ પોલીસને બાતમી આધારે મંડાલીની સીમમાં આવેલ તબેલા પર વિદેશી દારૂ રાખી વેપાર કરતા હોવાની બાતમી મળતા રેડ મારી રેડ દરમિયાન પોલીસે 6 લાખથી વધુનો વિદેશી દારૂ તેમજ એક ગાડી ઝડપી ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.
લાંઘણજ પોલીસને બાતમી મળી હતી કે, મંડાલી ગામની સીમમાં રહેતા ઠાકોર તખાજી પ્રતાપજી તથા તેનો દીકરો ઠાકોર રાજુજી તખાજી થતા ઠાકોર જીગ્નેશજી તખાજી વિદેશી દારૂ તેમના ઘરોની સામે આવેલ ભેંસો બાંધવાના ખુલ્લા ઢાળીયામાં જમીનમા દાટેલા છે અને આ દારૂનો ત્રણેય જણાઓ પોતાના વાહનોમાં હોમ ડિલિવરી કરે છે બાતમી મળતા પોલીસે રેડ મારી હતી.
પોલીસે તબેલામાં તપાસ કરતા ઢાળીયામાં કોદાળી- પાવડા વડે ખોદી જોતા જમીનમા એક ઈટો ગોઠવેલ ટાંકો બનાવ્યો હતો. જેમાં ઉપર લોખંડની એન્ગલ પર સિમેન્ટનો સ્લેબ ભરેલ હતો. જે પોલીસે હટાવી જોતા ટાંકામાં વિદેશી દારૂ ભરેલો મળી આવ્યો હતો તેમજ અલ્ટો ગાડી માંથી પણ દારૂ મળી આવ્યો હતો.
પોલીસે સમગ્ર મામલે ગાડીમાંથી વિદેશી દારૂની નાની મોટી 2527 નંગ બોટલ તથા બિયર ટીન નંગ 140 મળી કુલ 71,140.24 મળી કુલ કી 6 લાખ 13 હજાર 680 તેમજ ગાડી 1 લાખ એક્ટિવા કિંમત 25000, એક બાઇક કિંમત 25000,અન્ય એક બાઇક 25000 મળી કુલ 7 લાખ 88 હજાર 680નો મુદ્દામાલ રાખી પોલીસે તખાજી પ્રતાપજી ઠાકોર,રાજુજી તખાજી ઠાકોર,જીગ્નેશજી તખાજી ઠાકોર વિરુદ્ધ લાંઘણજ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.