મારો અવાજ,
વડનગરમાં વહેલી સવારે ધુમ્મ્સના કારણે વાદળછાયું વાતાવરણ દેખાયું
ઠંડીના ચમકારા વચ્ચે મંગળવાર ના વહેલી સવારે ગાઢ ધૂમસ છવાયું હતું. કરબટિયાથી વડનગર તેમજ મહેસાણાજિલ્લામાં ઝાકળની રીતસર વર્ષા થઇ હતી.ધૂમસના સામ્રાજ્યના કારણે સૂર્ય પ્રકાશ પણ મોડો પથરાયો હતો. વડનગર શહેરથી લઇને ગ્રામીણ વિસ્તારોમાં સવારે 7 થી 9 વાગ્યા સુધી ધૂમસ છવાયેલી રહી હતી.
વડનગર પંથકમા વહેલી સવારે ગાઢ ધૂમસ છવાયું હતું. જેને લઇને સવારે 7 વાગ્યે પણ વાહન ચાલકોને હેડ લાઇટ ચલુ રાખવી પડી હતી. વિસ્તારમાં ઝાકળ વર્ષાથી ગ્રામ્ય વિસ્તારોમાં સવારની મોડી શરૂઆત થઈ હતી. ઝાકળના કારણે સૂર્યનારાયણના દર્શન પણ મોડેથી થયા હતા.