મારો અવાજ,
ચાણસ્મા ખાતે જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહ માટે પૂર્વ તૈયારીઓને અપાયો આખરી ઓપ
……………………
*નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા ધ્વજવંદન સમારોહની તૈયારીઓનું કર્યું નિરીક્ષણ*
………………………..
*26મી જાન્યુઆરીના રોજ ચાણસ્મા ખાતે યોજાશે જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ*
પાટણ
પાટણ જિલ્લાના જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે ચાણસ્મા મુકામે થવા જઈ રહ્યો છે. જેની જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. 26મી જાન્યુઆરીના દિવસે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટીના હસ્તે ધ્વજવંદન થવાનું છે ત્યારે આજરોજ કાર્યક્રમની તૈયારીઓને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આખરી ઓપ આપવામાં આવ્યો હતો. 26 મી જાન્યુઆરીના ધ્વજવંદન સમારોહ પહેલા આજે ચાણસ્મા મુકામે જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
26 મી જાન્યુઆરીના મહાપર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન, હર્ષ ધ્વની, રાષ્ટ્રગાન સહિતના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પૂર્ણ કરી દેવામાં આવી છે. જેનું આજે પાટણ જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદીપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું.
આજે યોજાયેલા રિહર્સલમાં નિવાસી અધિક કલેક્ટરશ્રી પ્રદિપસિંહ રાઠોડ, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ, તથા ભાગ લેનાર સ્પર્ધકો ઉપસ્થિત રહ્યા હતા. પાટણ જિલ્લા વહીવટીતંત્ર પાટણવાસીઓને પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં સહભાગી બનવા માટે આમંત્રણ પાઠવે છે.