મારો અવાજ ન્યુઝ,
ભુજ,
રિપોર્ટર – રમેશ મહેશ્વરી
ભુજના જ્યુબિલી સર્કલ પર અચાનક સ્કુટી મા આગ લાગતા અફરાતફરી
ભુજ શહેરના ટ્રાફિકથી ધમધમતાં જ્યુબિલી સર્કલ ૫૨ આજે સાંજે સાડા સાતના અરસામાં અચાનક જાહે૨ માર્ગ ૫૨ ટીવીએસ સ્કુટીમાં આગ લાગતાં લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
ભુજ ફાય૨ બ્રિગેડની ટૂકડીએ સ્થળ પર દોડી જઈને લાગેલી આગ બુઝાવી દીધી હતી
જો કે ગણતરીની મિનિટોમાં આખું વાહન ભંગારમાં ફેરવાઈ ગયું છે.ભુજના જ્યુબિલી સર્કલ પર અચાનક સ્કુટી મા આગ લાગતા અફરાતફરી મચી હતી….
