મારો અવાજ, પ્રજાસતાક દિન પૂર્વે ગુજરાત પોલીસમાં નોંધપાત્ર કામગીરી કરનાર પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને રાષ્ટ્રીય મેડલથી સન્માનિત કરવામાં આવે છે. જેમાં આ વર્ષે સીઆઇડી ક્રાઇમના એડીજીપી અનુપમસિંહ ગેહલોત અને એટીએસના ડીવાયએસપી કે.કે પટેલને રાષ્ટ્રપતિના વિશિષ્ટ મેડલથી સન્માનિત કરાયા. જયારે પ્રશંસનીય સેવા પોલીસ મેડલ માટે ભાવનગર રેન્જ આઇજી ગૌતમ પરમાર અને સીઆઇડી ક્રાઇમના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ પરિક્ષિતા રાઠોડના નામના પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત કરોડો રૂપિયાના ડ્રગસના કંસાઈમેન્ટ પકડનાર એસપી ભાવેશ રોજીયા, એસઆરપીના સેનાપતિ જે.ડી.વાઘેલા અને પીડી વાઘેલા સહીત કુલ 14 પોલીસકર્મીઓને પ્રશંસનીય સેવા માટે મેડલની જાહેરાત કરવામાં આવી છે.