મારો અવાજ,
વડનગર-વલસાડ ટ્રેનમાં વિસનગરને સ્ટોપેજ આપવાની જાહેરાત કરતા સ્થાનિકોમાં આનંદની લાગણી છવાઈ હતી. જેમાં વિસનગરને સ્ટોપેજ મળતા હવે વિસનગર વાસીઓ પણ આ ટ્રેનનો લાભ લઈ શકશે. જેમાં 26 જાન્યુઆરીથી આ ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે. જેમાં સાંજે 5-08 કલાકે ટ્રેન આવતા વિસનગર વાસીઓ દ્વારા તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને મહેસાણા સાંસદ શારદાબેન પટેલ દ્વારા લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. આમ વડનગર વલસાડ ટ્રેન હવે દરરોજ વિસનગરમાં સ્ટોપેજ કરશે.
વડનગરની વલસાડ જતી ટ્રેન નંબર 20960ને સાંજે 5-10 કલાકે મહેસાણા સાંસદ શારદાબેન પટેલ દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવામાં આવી હતી. જેમાં આ ટ્રેન હવે રોજ વલસાડ જવા માટે સાંજે 5-08 વાગે વિસનગર આવશે અને 5-10 મિનિટે વિસનગરથી ઉપડશે. તેમજ બીજા દિવસે વલસાડથી નીકળી બપોરે 12-22 મિનિટ વિસનગર આવશે અને 12-24 મિનિટે વિસનગરથી ઉપડી વડનગર જશે. આમ વિસનગરને સ્ટોપેજ મળતા હવે વિસનગરવાસીઓ પણ આ ટ્રેનનો લાભ લઈ શકશે અને તેમને સુરત જેવા શહેરમાં જવા માટે સરળતા પણ મળી રહેશે. મહેસાણા સાંસદ શારદાબેન પટેલ પણ ટ્રેનમાં બેસી મુસાફરો સાથે વાતચીત કરી હતી. જ્યા વિસનગરવાસીઓ પણ મોટી સંખ્યામાં રહ્યાં હતા.