મારો અવાજ,
આજે સમગ્ર રાજ્યમાં જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થઈ જવાના કારણે 9 લાખથી પણ વધુ ઉમેદવારો રઝળી પડ્યા હતા. અમદાવાદ, રાજકોટ, ભાવનગર, વડોદરા તેમજ અમરેલી સહિતના જિલ્લાઓમાં દૂર દૂરથી ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા. ગરીબ ઉમેદવારો ઉંચા ભાડા આપીને સ્વ ખર્ચ કરીને પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા અને છેલ્લી ઘડીએ પરીક્ષા રદ્દ થવાની જાહેરાત કરવામાં આવી હતી.
પરિક્ષા રદ્દ થતા જ ઉમેદવારો રઝળી પડ્યા
ગુજરાતમાં આજે વધુ એક વખત સરકારી પરીક્ષાનું પેપર ફૂટી જતા પરિક્ષાને રદ્દ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આજે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા જ હજારો ઉમેદવારોઓ રઝળી પડ્યા હતા. આ પરીક્ષા માટે 9 લાક કરતા પણ વધારે ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા. આજે અનેક જિલ્લાઓમાં ઉમેદવારોઓ દૂર દૂરથી પોતાના પરીક્ષા કેન્દ્રો પર પહોંચવા વહેલી સવારે જ નીકળી ગયા હતા. પરીક્ષા માટે ઘણા ઉમેદવારોના કેન્દ્રો એટલા દુર હતા કે તેઓને ગઈકાલે જ્યા પરિક્ષા કેન્દ્રમાં નંબર આવ્યો હતો તે શહેરમાં પહોંચીને હોટલ કે ગેસ્ટ હાઉસમાં 500,1000,1500,2000 જેટલા ઉંચા ભાડા ખર્ચીને રોકાયા હતા.
ઉમેદવારોને એસ.ટીમાં વિનામુલ્યે મુસાફરીની જાહેરાત
આજે જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા જ ઉમેદવારોમાં રોષ ફાટી નિક્ળયો હતો અને ઉમેદવારોએ ઠેર ઠેર ચક્કાજામ કર્યા હતા. ઉમેદવારોના આક્રોશને ધ્યાનમાં રાખીને ત્વરીત મંડળ દ્વારા ગુજરાતમાં પરિક્ષા કેન્દ્રો પરથી પોતાના મુળ વતન તરફ જવા માટે ઉમેદવારોને વિનામુલ્યે એસ.ટીમા મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે દરેક ઉમેદવાર પોતાના કોલ લેટર તેમજ ફોટ બતાવીને તેમના મુળ વતન સુધી એસ.ટીમાં વિનામુલ્યે પ્રવાસ કરી શક્શે. આ પરિક્ષા આપવા માટે ઘણા ઉમેદવારોને એસ.ટી બસો ન મળતા તે પ્રાઈવેટ વાહનોમાં તેમજ ખાનગી બસોમાં 1000થી 1500 જેટલા ઉંચા ભાડા આપીને પણ પરિક્ષા કેન્દ્રો પર પહોંચવા માટે રવાના થઈ ગયા હતા. આ પરિક્ષા રદ્દ થતા જ ઉમેદવારોના રોષને ધ્યાનમાં રાખીને સોરાષ્ટ્ર તેમજ ઉત્તર ગુજરાતના અનેક બસ સ્ટેન્ડ પર પોલીસનો કાફલો ગોઠવવામાં આવ્યો હતો.