મારો અવાજ,
માધાપર પોલીસ પ્રોહીબિશનની ગેરકાયદેસર થતી પ્રવૃતિને ડામવા પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન લોરીયા ગામમાં આવતા તેમને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, બુધુભા જેઠાજી જાડેજા (રહે. લોરીયા) લોરીયા-નોખાણીયા ગામની વચ્ચે સીમમાં આવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ થી પૂર્વ બાજુ આવેલ ડોડા તલાવડીમાં બાવળોની ઝાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ગાળે છે. પોલીસે બાતમીવાળા સ્થળ પર દરોડો પાડતા વાદળી કલરના 200 લિટરની ક્ષમતાવાળા પ્લાસ્ટિકના બેરલ નજરે પાડ્યા હતા. પોલીસે બેરલમાં રહેલ 600 લિટર આથો જપ્ત કરી કુલ.કી.રૂ.1200ના આથાનું સ્થાનિકે નાશ કર્યો હતો. આ દરોડો દરમિયાન આરોપી હાજર મળી આવ્યો ન હતો. પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.