મારો અવાજ,
વણકર સમાજમાં થતા છુટાછેડા અટકાવવા માટે એક પહેલ
જાણિતા સમાજસેવી શ્રી મિતેષભાઇ ચાવડા અને www.VankarSamaj.com ના પ્રણેતા શ્રી ભરતભાઇ ડાભીના સહિયારા પ્રયાસોથી વડિલશ્રી મણિકાકાના માર્ગદર્શન હેઠળ વણકરસમાજમાં થતા છુટાછેડા અટકાવવા વડોદરા ખાતે કાઉંસેલીંગ કાર્યક્રમ શરુ કરેલ છે જેમાં જે કપલને નાનીમોટી ગેરસમજ કે વડીલો થકી મનમોટાવને કારણે વાત છુટાછેડા સુધી પહોંચી હોય પણ પતિ-પત્ની પોતાના સબંધ ફરી સુધારવા ઈચ્છુક હોય એ ખાસ સંપર્ક કરી તેઓની આ સેવાનો લાભ લઈ શકે છે.
શ્રી મિતેષભાઇ ચાવડા અને www.VankarSamaj.com ના પ્રણેતા શ્રી ભરતભાઇ ડાભી દ્વારા યોજાયેલ પસંદગી મેળામાંથી સેંકડો યુવક-યુવતિઓએ પ્રભુતામાં પગલા પાડયા છે ત્યારે છુટાછેડા અટકાવાવાની નાની મેટરોમાં મળેલ સફળતાથી પ્રેરાઇ બહોળા સમાજને સ્પર્શતી આ સમસ્યાને નાથવા તેઓની આ પહેલને સર્વત્ર આવકાર મળી રહેલ છે.
વધુ માહિતિ માટે તેઓના નંબર *+૯૧૯૯૬૭૯૧૭૮૦૫* પર સંપર્ક કરી શકાય છે.