મારો અવાજ,
થોડાક દિવસ પહેલાની વાત છે કે વડનગર ત્રણ મિત્રો 20 લાખનો તોડ કરવા આવ્યા અને અને 13 લાખ આપીને ગયા…
વડનગર ડબ્બા ટ્રેડિંગનું હબ કહેવાય છે. સૌ કોઈની નજર વડનગર ઉપર જ છે. કેમ કે છેલ્લા એક વર્ષમાં અંદાજિત 20 જેટલાં પોલીસ કેસ ડબ્બા ટ્રેડિંગવાળા પર થયા હશે. તેમના દ્વારા સાચી કે ખોટી પોલીસ દ્વારા 50થી વધુ તોડ થયા હશે. લોકોએ તોડ કરવાનું કેન્દ્ર વડનગરને બનાવ્યું છે. થોડા સમય પહેલાની ઘટના છે. જેમાં એસઆરપીમાં નોકરી કરતા ત્રણ મિત્રો પોલીસ બનીને વડનગર આવ્યા. એક ગામના વિક્રમ અને જગદીશ નામના વ્યક્તિ બોકડા પર બેઠેલા. તે સમયે એક નંબર પ્લેટ વગરની સફેદ ફોરવહીલર આવી. તે ગાડીમાંથી ત્રણ જણ ઉતરેલા. જેમાંથી એક વ્યક્તિએ પોલીસનો યુનિફોર્મ પહેરેલ હતો. તે ત્રણે મિત્રોએ વિક્રમ અને જગદીશને પકડી ગાડીમાં બેસાડ્યા.તેમને લઇ જઈ ખેરાલુ સિદ્ધપુર ચોકડી નજીક ગાડીઓ ઉભી રાખી. જગદીશને કહ્યું સાબરમતી જેલમાં પુરી દેવાની ધમકી આપેલ. જગદીશ અભ્યાસ કરતો હતો એટલે તે ડરી ગયો. પછી કહોડા નજીક જગદીશને ગાડીમાંથી ઉતારી મુક્યો. અને કહ્યું કે તું અહીંથી ઘરે જતો રહેજે. તેમ કહીને ગાડી સિધ્ધપુર રોડ પર જવા દીધી. ત્યાર પછી એક બસ સ્ટેન્ડ નજીક અંધારામાં ગાડી ઉભી રાખી અને વિક્રમ ને કહ્યું કે તારે 20 લાખ મંગાવા પડશે અને જો તું નહિ મગાવે તો તને જાનથી મારી નાખીશું અને તું જે વ્યક્તિને ઓરખતો હોય તે વ્યક્તિને ફોન કર અને તારા મિત્રને કે કે મારી પાસે પૈસા નથી તું 2.50.000 લઈ ને હિરવાની આવીજા અને તું એકલો બાઈક લઈને આવજે તેવું પેલા નકલી પોલીસ બનીને આવેલ ત્રણ મિત્રોએ વિક્રમને કહ્યું પછી વિક્રમએ તેના મિત્ર સંજય ઠ ને ફોન કરી પૈસા મંગાવેલ અને કહેલ કે મારું અપહરણ કરેલ છે આવું વિક્રમેં તેના મિત્ર સંજયને કહેલ અને સિધ્ધપુર પાટણ હાઇવે પર હોવાની જાણ તેના મિત્ર ને કરેલ. વિક્રમ નો મિત્રએ પાટણ પોલીસને જાણ કરી કે મારાં મિત્રનું અપહરણ થયું છે અને તે સિદ્ધપુર થી પાટણ હાઇવે પર છે આની જાણ પાટણ એલસીબી ને થતા તાત્કાલિક પાટણ એલસીબીની ગાડીઓ પાટણ થી સિધ્ધપુર હાઇવે પર આવી અને એલસીબીની પોલીસ બને ગાડીઓ અને ત્રણેય માણસોને પાટણ એલસીબી ઓફિસ લઈ ગયા હતા તે સમયે રાત્રે બાર વાગતા હોવાનું વિક્રમ ના પત્રમાં લખેલ છે ત્યાર પછી વિક્રમે તેના પરિવારને જાણ કરી કે હું પાટણ એલસીબી ઓફિસ બેઠ્યો શું કોઈ ચિંતા કરવા જેવું નથી જેથી મારાં પરિવારના લોકોને શાંતિ થઈ અને મારો મિત્ર સંજય માળી પાસે આવી ગયો અને એલસીબી ના લોકોએ મને કહેલ કે તમે વડનગર જાવ અને ત્યાં જઈ ફરિયાદ લખાવી દેજો પણ રાત્રે બહુ મોડું થયું હોવાથી બીજા દિવસે વિક્રમ પોલીસ સ્ટેશન ગયો… અને એક લેખિત અરજી તૌયાર કરી.. ત્યાર પછી પોલીસ સ્ટેશન સામે વાળાના પક્ષ વાળા સમાધાન માટે આવ્યા ત્રણ થી ચાર દિવસ સુધી સમાચારની વાત ચાલી ત્રણ મિત્રો જે પોલીસ બનીને આવ્યા હતા તે એસઆરપી માં નોકરી કરતા હોવાનું લોકો દ્રારા જાણવા મળ્યું અને ત્યાર પછી ફરિયાદ વિક્રમે કહ્યું કે મારી પાસે તમે જેટલાં પૈસા માંગતા હતા એટલા પૈસા આપવા પડેશે અને સામ સામે બેઠકો શરૂ થઇ અને 5 દિવસે સમાધાન થયુ એમાં પાછુ તાત્કાલિક 13 લાખ રૂપિયા ફરિયાદ ના કરવાનાં આપવા પડ્યા.. આ કેસ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પરંતુ વહીવટ લઇ સમાધાન કરવામાં આવ્યું..
વડનગર તાલુકાના ખોભોગ ગામના ત્રણ યુવાનોને વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના ડી. સ્ટાફના પોલીસ કર્મીઓએ પકડીને ફરી એ જ ભૂલ કરી જે એસઆરપીના ત્રણ કર્મચારીઓએ કરી હતી.. વધુ વિગત જાણવા વાંચતા રહો.. મારો અવાજ ન્યૂઝ વેબસાઈટ…