બનાસકાંઠામાં અખિલ આંજણા સમાજ દ્વારા તા . રજી ફેબ્રુઆરીએ મા અર્બુદા રજત જયંતી મહોત્સવમાં સૌથી મોટા યોજાનાર
.2 લાખ ફૂટ જગ્યામાં યજ્ઞશાળા બનાવાઈ આગામી રજી ફેબ્રુઆરીએ 600 વિદ્વાન બ્રાહ્મણો 108 સહસ્ત્ર ચંડી યજ્ઞમાં 1500 યજમાનો પાસે આહુતિ અપાવશે , 10 લાખ ભક્તો ઊમટશે બનાસકાંઠામાં અખિલ આંજણા સમાજ દ્વારા તા . રજી ફેબ્રુઆરીએ મા અર્બુદા રજત જયંતી મહોત્સવમાં સૌથી મોટા યોજાનાર 108 કુંડી યજ્ઞને લઈને છેલ્લા ત્રણ મહિનાથી તૈયારી ચાલી રહી છે . સમગ્ર દેશમાં વસતા ચૌધરી સમાજના લોકો આ યજ્ઞમાં દર્શનાર્થે ઉમટશે . પાલનપુર આદર્શ વિદ્યાલય ખાતે આવેલા મા અર્બુદા માતાજીના મંદિરના 25 વર્ષ પૂર્ણ થતા રજત જયંતી મહોત્સવ ઉજવાય રહી છે . આ રજત જયંતી મહોત્સવમાં 108 સહસ્ત્ર ચંડી યજ્ઞનું પણ આયોજન કરાયું છે . સહસ્ત્ર ચંડી 108 કુંડી યજ્ઞ કમિટીના ચેરમેન પરથીભાઇ ભટોળ તેમજ આંજણા પટેલ કેળવણી મંડળના પ્રમુખ કેશરભાઈ ભટોળ પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી હરિભાઈ ચૌધરી અખિલ ભારતીય આંજણા સમાજના પ્રમુખ વીરજીભાઈ જુડાલ રામજીભાઈ પટેલ સહિતનાં આગેવાનોએ જણાવ્યું હતું કે , બે લાખ ફૂટ જગ્યામાં યજ્ઞશાળા બનાવાયી છે . જેમાં દલ્હી , ઉતર પ્રદેશ , રાજસ્થાન , મધ્યપ્રદેશ , કર્ણાટક , ગુજરાત , મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી 10 લાખથી વધુ દર્શનાર્થીઓ સમગ્ર દેશમાંથી ઉપસ્થિત રહેશે . સાથે સાથે જિલ્લામાં તમામ ગામોમાં સફઈ અભિયાન કરવામાં આવશે . ત્રણ દિવસ ચાલનારા આ મહા યજ્ઞમાં તમામ સમાજના લોકોને દર્શન માટે આમંત્રણ અપાયું છે . ભોજન પ્રસાદની વ્યવસ્થા કરાઈ છે . જેમાં પહેલા દિવસે ચૌધરી સમાજની બહેનો દ્વારા 5 લાખ લાડુ બનાવાશે .
આ પ્રસંગે જિલ્લાની બહેનો એકસાથે 1 જાન્યુઆરીએ મહેંદી મૂકશે . તેમજ રાત્રિ દરમ્યાન દેશી લોકગીત સાથે ડાયરો યોજાશે . 9 ફૂટ ઊંચી અર્બુદા માતાજીની મૂર્તિ દર્શનાર્થે મૂકવામાં આવશે પારંપારિક વસ્ત્રોમાં સજ્જ થઈ 12 કિમીની શોભાયાત્રા યોજાશે પાલનપુર ખાતે રજી ફેબ્રુઆરીએ અર્બુદા માતાજીના રજત જ્યંતી મહોત્સવના સહસ્ત્ર ચંડી યજ્ઞ એક ઐતિહાસિક સંભારણું બની રહેશે . આ ઉપરાંત ચૌધરી સમાજ સહિત અઢારે આલમના 1 લાખથી વધુ લોકો પારંપારિક વસ્ત્રોમાં સજ્જ થઈ શોભાયાત્રામાં જોડાશે .
એહવાલ સોયબ બેલીમ પાલનપુર