મારો અવાજ,
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ઊંઝા દ્વારા જુનિયર કલાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું એ બાબતમાં ABVP નગરમંત્રી આકાશ દરજી (સુણોક) અને ABVP ઊંઝા ટીમ દ્વારા મામલતદાર અને ઊંઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને આવેદનપત્ર આપવામાં આવ્યું.
Abvp એ શિક્ષા ક્ષેત્રે કાર્યરત સૌથી મોટુ છાત્ર સંગઠન છે. તેમને આવેદનત્રમાં સરકાર સમક્ષ કેટલીક માંગો કરી છે. જેમાં પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવે, પરીક્ષા વખતે વિદ્યાર્થીઓની યાત્રા, ભોજન., રહેવાની જવાબદારી સરકાર તરફની હશે..પેપરલીક કૌભાંડમાં સીટની રચના કરવામાં આવે, અપરાધીઓ વિરૂધ્ધ રાજદ્રોહનો કેસ કરવામાં આવે અને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે જેવી માંગો સાથે ઊંઝા મામલતદાર અને ઊંઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલને આવેદન આપવામાં આવ્યું..