મારો અવાજ,
ખેરાલુ તાલુકાના બે ગામોમાંથી પોલીસે દેશી-વિદેશી દારૂ ઝડપી પાડ્યો.
પ્રાપ્ત માહિતી મુજબ ખેરાલુ શહેર ગુનેગારીનું હબ બની રહ્યું હોય એમ લાગી રહ્યું છે. ખેરાલુમાં નગર પાલીકા જેટલું પાણી નથી આપતી એના કરતા વધારે દારૂ વેચાય છે.. ગુજરાતમા દારૂબંધી હોવા છતા છડે ચોકે દેશી-વિદેશી દારૂનો વેપાર થઈ રહ્યો છે. જે દેશના યુવાધન માટે ખતરારૂપ છે. ખેરાલુ પોલીસે અરઠી ગામેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની બોટલ નંગ આઠ કીમત રૂ. (૨૭૨૦) સાથે સિંધી મતું મીયા ઉર્ફ લુકમાનભાઈ રહે સાહુપુરા.ને પકડી જેલ હવાલે કર્યો હતો. તે ઉપરાંત ખેરાલુ તાલુકાના બળાદ ગામની સીમમાંથી દેવીપૂજક દસરથભાઇ બબાભાઇના છાપરામાથી પાંચ લિટર દેશી દારૂ કીમત રૂ (૧૦૦)નો કબજે કર્યો હતો. ખેરાલુ ખારીકુઈ વિસ્તારમા દારૂ પી લવરી કરતા ઠાકોર ભુપતજી વિહાજી, અને ઠાકોર ઉદાજીને દારૂ પી છાકટા બની લવરી કરતા પકડી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી. અહેવાલ. કાળુભાઇ સિંધી. ખેરાલુ..