મારો અવાજ,
મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મોકડ્રિલ યોજાઇ
બોટ,લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી NDRFની ટીમે કામગીરીનું નિદર્શન કર્યું
કોઈપણ પ્રકારની કુદરતી આપત્તિ સામે સજ્જતા કેળવવા સ્થાનિકોને NDRF ટીમ દ્વારા અવગત કરાયા
મહેસાણા જિલ્લા વહીવટીતંત્ર અને NDRF વડોદરાના સંયુક્ત ઉપક્રમે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેરાલુ પ્રાંત અધિકારીશ્રી દક્ષેશ મકવાણાની ઉપસ્થિતિમાં યોજાયેલ મોકડ્રિલમાં NDRF ની ટીમના જવાનોએ પાણીમાં ડૂબતા માણસોને કઈ રીતે બચાવવા તેનું નિદર્શન કર્યું હતું.
સાથે જ NDRF ના જવાનો દ્વારા પૂર જેવી કુદરતી આપત્તિમાં કે પાણીમાં ડૂબતા માણસોની શોધખોળ સમયે કેવી સાવચેતી રાખવી, કેવા પ્રકારના પગલાં લેવાં અને કેવા પ્રકારની પ્રાથમિક સારવાર આપવી તેનું બોટ, બમ્બુ અને લાઈફ જેકેટ જેવા બચાવ સાધનોની મદદથી ગ્રામજનોને બચાવ રાહત કામગીરીનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
શર્મિષ્ઠા તળાવ ખાતે યોજાયેલ મોક ડ્રિલ દરમિયાન NDRF ની ટીમ દ્વારા સ્થાનિક ગ્રામજનોની ઉપસ્થિતિમાં તળાવનાના પાણીમાં ડૂબી ગયેલા માણસની શોધખોળ કરી તેને સરળતાથી કિનારા પર પહોંચાડી પ્રાથમિક સારવાર આપવાની તમામ કામગીરીનું આબેહૂબ નિદર્શન કરવામાં આવ્યું હતું. NDRF ના જવાનોની કામગીરી જોઈ ગ્રામજનો દંગ રહી ગયા હતા.આપત્તિના સમયમાં જીવનરક્ષક તરીકે ફરજ બજાવતા જવાનોની જોખમી કામગીરીને બિરદાવી તેમની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા.
NDRF વડોદરા દ્વારા આયોજિત મોકડ્રિલમાં NDRFના આસીસ્ટન્ટ કમાન્ડરશ્રી વિક્રમ ચૌધરી,વડનગર નગરપાલિકા પ્રમુખ શ્રીમતી જાગૃતિબેન,વડનગર મામલતદાર રોહિત અગારા,વડનગરના ચીફ ઓફિસર મનોજ સોલંકી સહિત SDRF ટીમ,CISF, મેડિકલ ટીમ,
અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.