મારો અવાજ,
ચાણસ્મા તાલુકાની ધીણોજ પ્રાથમિક કન્યાશાળાના જર્જરિત રૂમના કારણે કન્યા કેળવણી કેવી રીતે થશે..
સરકાર હાલ કન્યાઓને વધુ કેળવણી મળે એના માટે અભિયાન ચલાવી રહી છે પરંતુ ચાણસ્મા તાલુકાના ધીણોજ ખાતે આવેલી કન્યાશાળામાં લગભગ 200 ઉપર બાલિકાઓ અભ્યાસ કરી રહી છે અને હાલ બેસવા માટેના રૂમ જર્જરીત થઈ જવાના કારણે બાલિકાઓની ને બાર ચોગનમાં બેસાડીને જ્ઞાન આપવામાં આવી રહ્યું છે
અમારા પત્રકાર ચેતન સાહે શાળાની મુલાકાત લેતા આજે શાળામાં પરીક્ષા નો માહોલ હોય અમુક જ બાળકો આવેલા હોવાના કારણે અને અભ્યાસક્રમ ના બગડે તેના માટે બાલિકાઓને બાજુમાં આવેલી શાળામાં બેસાડીને પરીક્ષા લેવામાં આવી રહી હતી.
હાલ સરકાર દ્વારા લાખો રૂપિયા શાળાઓને ગ્રાન્ટ આપવામાં આવે છે પરંતુ ધીણોજ પ્રાથમિક કન્યા શાળાને હાલમાં જરૂરિયાતના ચાર રૂમની ગ્રાન્ટ મળે તેવું હાલની માંગ છે ગ્રામજનોને પૂછતા એમ કહે છે કે સાહેબ અમે આપને નિવેદન ના આપી શકીએ કારણ કે અમારા છોકરાઓને ભવિષ્યમાં તકલીફ થાય પરંતુ અમારા ગામની શાળા ની અંદર ઘણી જ રીપેરીંગ ની જરૂરિયાત એટલે કે નવા રૂમ ની જરૂરિયાત છે અને આપના તરફથી આજે સૌ પ્રથમવાર કોઈ પત્રકાર અમારી સ્કૂલની મુલાકાત લેવા આવેલ છે તો સરકાર દ્વારા અમારા વિસ્તારની આ સ્કૂલને તાત્કાલિક ધોરણે ગ્રાન્ટ ફાળવીને સૌ ભણે સૌ આગળ વધે એ સપનું સરકારનું સાકાર થાય અને સરકાર આ શાળાને ગ્રાન્ટ આપી બાલિકાઓનાઅભ્યાસમા વધારો થાય એવી અમારી માગણી અને લાગણી છેજિલ્લા પંચાયતના અધ્યક્ષ પણ અમારા જ ગામના છે બાબુભાઈ પટેલ તથા વર્તમાન ધારાસભ્ય દિનેશજી આતાજી ઠાકોર પણ આ બાબતની નોંધ લઈને તાત્કાલિક અમારા ગામની શાળાને ચાર ઓરડા પાસ કરાવી આપે એવી અમારી લાગણી અને માગણી છે.
અહેવાલ:ચેતન શાહ, ચાણસ્મા..