મારો અવાજ,
સમગ્ર રાજ્યમાં ગુરુવાર અને શુક્રવારે રાત્રે આકાશમાં તેજ પ્રકાશના મણકાઓ સાથેની રોશની જોવા મળી હતી. જેના પગલે આ અવકાશી નજારો જોનાર લોકોમાં કુતુહલ ફેલાયું હતું. જ્યારે જિજ્ઞાસુ લોકો રોમાંચિત થઈ ઉઠ્યા હતા. શરૂઆતમાં અજાયબી લાગતી આ ઘટના બાદમાં સ્ટારલિંક હોવાનું સામે આવ્યું હતું. આ નજારો ખેરાલુ તેમજ વડનગર તાલુકાના જગાપુરા, કરબટિયા ગામના લોકોએ સ્ટારલિંક રાત્રે 7-30 પોણા નવ આસપાસ જોઈ હતી. દ્રશ્યો ગામના લોકોના કેમેરામાં કેદ કરી લીધા હતા.
સ્ટારલિંક એટલે ઈન્ટરનેટ સુવિધા આપતો ઉપગ્રહનો સમૂહ
આ વિશે જાણકાર સૂત્રો પાસેથી મળેલી વિગતો અનુસાર સ્ટારલિંક એ એલન મસ્કની કંપની આખી દુનિયામાં સેટેલાઈટ દ્વારા જે ઈન્ટરનેટની સુવિધા આપવા જઈ રહી છે, તે કામ કંપની સ્ટારલિંક દ્વારા કરશે. આ માટે કંપનીએ અવકાશમાં ઉપગ્રહોનો સમહુ મોકલ્યો છે. તેને સ્ટારલિંક કહેવાય છે.
સ્પેસએક્સે 2019માં સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું
વિકિપીડિયા અનુસાર સ્ટારલિંક એ સ્પેસએક્સ દ્વારા સંચાલિત ઉપગ્રહ ઇન્ટરનેટ નક્ષત્ર છે. જે 34 દેશોને સેટેલાઇટ ઇન્ટરનેટ એક્સેસ કવરેજ પ્રદાન કરે છે. તેનો હેતુ વૈશ્વિક કવરેજનો છે. સ્પેસએક્સે 2019માં સ્ટારલિંક ઉપગ્રહો લોન્ચ કરવાનું શરૂ કર્યું હતું. મે 2022 સુધીમાં, સ્ટારલિંક લો અર્થ ઓર્બિટ (LEO)માં 2 હજાર 400થી વધુ મોટા પ્રમાણમાં ઉત્પાદિત નાના ઉપગ્રહોનો સમાવેશ કરે છે. જે નિયુક્ત ગ્રાઉન્ડ ટ્રાન્સસીવર્સ સાથે વાતચીત કરે છે. એલન મસ્ક સેટેલાઇટ દ્વારા લોકોને ઇન્ટરનેટની સુવિધા પણ આપી રહી છે અને તેમાં ઉન્નતિ માટે હવે વધુ ઉપગ્રહો મોકલવાની તૈયારી ચાલી રહી છે.