મારો અવાજ,
કચ્છના હાજીપીર ફાટકથી લઇ વજીરા પાટિયા સુધીના રસ્તાની ખૂબ જ ગંભીર હાલત છે. ત્રણથી ચાર વર્ષ પહેલાં આ રસ્તાની કામગીરી સારી નહોતી કરવામાં આવી. અને આ રસ્તા પરથી નાના મોટા વાહનો ને પસાર થવા માં તકલીફ પડે છે મફત સેવા આપતી એમ્બ્યુલન્સ સમયે સેવા નથી આપી શકતી.
તેનું કારણ આ ખરાબ રસ્તો છે અને ખરાબ રસ્તાના કારણે એમ્બ્યુલન્સ સમયે ના પહોંચી સકે તો દર્દીનું ત્યાં જ મોત નીપજી શકે છે. અને આગળની વાત કરીએ તો વજિરા પાટિયાથી લઇને હાજીપીર સુધી નો નવો રસ્તો પાસ થયો છે. પણ તેમાં ખોદકામ કે પછી માટી કે પથરાની કામગીરી નથી કરવામાં આવી ખાલી. એમજ મેટલ પાથરી દેવામાં આવી છે અને અર્ચન કંપની માંથી ફૂલ ઓવર્લોડ ગાડીઓ બહાર નીકળી રહી છે. એક તો ઓવરલોડ ગાડીઓ અને ઉપર થી નતો તાડપત્રી બાંધેલી હોય અને નતો રસા બાંધેલા હોય અને રસા રસ્તા ઉપર થી સરકતા જાય છે આમ ઘોર બેદરકારીના કારણે જો કદાચથી નાના વાહનો સાઈડ કાપતા તેમને નુકસાન પહોંચી શકે તેની જવાબદારી કોણ લેશે..
હાજીપીર થી લઇ ને વજીરા પાટીયા સૂધી ના રસ્તાની સારી અને સચોટ કામગિરી થાય તેવી ટ્રક માલિકો ની માંગ ઉઠી છે*
અહેવાલ-રમેશભાઈ મહેશ્વરી-ભૂજ