મારો અવાજ,
ચાણસ્મા ખાતે ટ્રાફિકના નિયમોનું પાલન કરવા સેન્ટ મેરી સ્કૂલના બાળકો સાથે રેલી કરીને જનજાગૃતિ કરાવી
ચાણસ્મા પોલીસ સ્ટેશનના પીઆઇ પીકે પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ હાલ રોડ ઉપર ઘણા જ એકસીડન્ટો થાય છે જેનું કારણ બેફામ ડ્રાઇવિંગ અને નશાની હાલતમાં થતું ડ્રાઇવિંગ સામે આવે છે.
તેની સામે જાગૃતિ માટે ચાણસ્મા ખાતે આવેલી સેન્ટ મેરી સ્કૂલના બાળકો અને ચાણસ્મા પોલીસ સ્ટેશન ના પી.આઈ પી કે પટેલ સાહેબ ના માર્ગદર્શન નીચે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે બેનરો પણ રાખવામાં આવ્યા હતા લોકોને સૂચના કરવામાં આવી હતી ડ્રાઇવિંગ શાંતિથી કરો, દારૂ પીને ડ્રાઇવિંગ ના કરો, પોતાની લાઈનમાં જ ડ્રાઇવિંગ કરો ,ખોટો ઓવર ટ્રેકિંગ ના કરો ,આવા સૂચનો કરીને લોકોને જનજાગૃતિ આપવામાં આવી હતી અને થતા એક્સિડન્ટોથી બચવા માટે જાગૃતિ લાવવામાં મદદરૂપ થાય એવા સૂચનો કરવામાં આવ્યા હતા હાઇવે થી લઈને સરદાર ચોક સુધી અને સરદાર ચોક થઈને અમુક અમુક વિસ્તાર સુધી આ રેલી ફરી હતી અને લોકોમાં જાગૃતિ આવે એવા સૂચન કર્યા હતા.
ચાણસ્મા હાઇવે પોલીસ ચોકીના હેડ કોસ્ટેબલ અશોકભાઈ ચૌધરી તથા મહેન્દ્ર ભાઈ બારોટ અને સ્ટાફ સાથે રહીને આ રેલી નું સંચાલન કરાયું હતું. અહેવાલ-ચેતન શાહ, ચાણસ્મા