મારો અવાજ,
ચાણસ્માથી રાધનપુરની રેલવે લાઈનનો સર્વેનું કામ હાથ ધરાશે અને આ વિસ્તારનો વિકાસ થશે
મળતી માહિતીના આધારે તારીખ 6 1 2023 ના દિવસે અમદાવાદના સાંસદ અને ચાણસ્માના પનોતા પુત્ર એવા ડોક્ટર કિરીટભાઈ પી સોલંકી દ્વારા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીજી અને રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવજીને એક પત્ર લખવામાં આવ્યો હતો. જેમાં ચાણસ્મા વાયા હારીજ થઈ રાધનપુર સુધીની રેલ્વે લાઈન નાખવા માટેની વિનંતી કરવામાં આવી હતી. જેમાં સરકાર દ્વારા 6 2 2023ના દિવસે પત્ર દ્વારા જાણ કરી છે કે ચાણસ્મા હારીજ રાધનપુરનો સર્વે કરી નવી રેલ્વે લાઈન નાખવામાં આવશે. એનું કામ સત્વરે શરૂ થશે એવું લાગી રહ્યું છે આ કામ થવાથી રાધનપુર થઈ કચ્છ જવામાં ઘણી જ સરળતાથી અને પાકિસ્તાન ઇન્ટરનેશનલ બોર્ડર સુધી જોડાઈ જશે અને આ વિસ્તારનો વિકાસ થશે