મારો અવાજ-ચાણસ્મા,
આજનો વિદ્યાર્થી એ આવતીકાલના ભાવી ભારતનો ઘડવૈયો ગણાય છે. વિદ્યાર્થી અવસ્થાથી જ એ સર્વગુણ સંપન્ન બને સમાજ અને દેશનો જવાબદાર નાગરિક બને તેમ જ આજના સ્પર્ધાત્મક યુગમાં ઉજવળ કારકિર્દીનો ઘડતર કરી શકે તેવા શુભ આશય સાથે વિનય મંદિર દ્વારા પ્રતિ વર્ષે ધોરણ પાંચ થી 12 ના વિદ્યાર્થીઓ માટે જનરલ નોલેજ ની પરીક્ષા લેવામાં આવે છે.સદર પરીક્ષામાં ઉત્તીર્ણ થનાર પરીક્ષાર્થીઓને સન્માન પત્ર અને ઇનામો આપી સંસ્થા તરફથી પ્રોત્સાહિત કરવાનો કાર્યક્રમ તારીખ 10-2-2023 ને શુક્રવારના રોજ બપોરે 2:30 કલાકે શારદાબા સંસ્કાર ભવનમાં યોજાયો હતો.
સમારંભના અધ્યક્ષ સ્થાને શ્રી પ્રભુદાસભાઈ એમ. પટેલ (પૂર્વ અધ્યાપક શ્રી) તથા મુખ્ય મહેમાન પદે શ્રી ઈશ્વરભાઈ એન. પટેલ (પૂર્વ અધ્યાપક શ્રી પી.પી પટેલ હાઇસ્કુલ, ચાણસ્મા) ઉપસ્થિત રહ્યા હતા.જાણીતા કેળવણી કાર શ્રી મનુભાઈ જે. પટેલ, શ્રી બચુભાઈ એચ. પટેલ મંત્રીશ્રી ચાણસ્મા કેળવણી મંડળ ખાસ હાજર રહી સ્પર્ધક વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. ચાલુ વર્ષે લેવાયેલી જ્ઞાન કૌશલ્ય પરીક્ષામાં ચાણસ્મા તાલુકા ની 15 જેટલી શાળાઓના 737 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
જ્ઞાન કૌશલ્ય પરીક્ષાનું સુચારુ અને ગોપનીય આયોજન અને અમલીકરણ સંયોજક શ્રી વિપુલભાઈ દરજી દ્વારા થયું હતું, મંત્રી શ્રી કુમારી શોભનાબેન બી. પટેલે સ્વાગત પ્રવચન તથા જ્ઞાન કૌશલ્ય પરીક્ષા નું મહત્વ સમજાવ્યું હતું. આ પ્રસંગે સ્પર્ધકોની સાથે સાથે શાળાઓના આચાર્યશ્રીઓ અને કેન્દ્ર સંચાલકશ્રીઓને પણ સન્માનિત કરાયા હતા.
કાર્યક્રમનું સફળ અને સુંદર સંચાલન વય નિવૃત સુપરવાઇઝર શ્રી ચંદુભાઈ એન. પટેલે કર્યું હતું. આભાર પ્રસ્તાવ ટ્રસ્ટી શ્રી નારણભાઈ રાવળ દ્વારા રજૂ થયો,શાળાના શિક્ષિકા શ્રીમતી મંજુલાબેન સી.પટેલે જરૂરી વ્યવસ્થા નિભાવી હતી કાર્યક્રમ ખૂબ સુંદર અને પ્રેરક જોવા મળ્યો હતો. અહેવાલ:ચેતન શાહ