મારો અવાજ,
ગુજરાત પોલીસને હચમચાવી દેનારા ભરૂચ LCBના 2 કોન્સ્ટેબલોના બુટલેગરો પાસેથી રૂપિયા લઈને પોલીસની જ જાસૂસીમાં બે બુટલેગરો સહિત બન્ને અપરાધી કોન્સ્ટેબલો મળી કુલ 4ની સામે ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક વર્ષથી આજીવન કેદ સુધીની સજાની જોગવાઈઓ કરતી કલમો ફરિયાદમાં લગાવવામાં આવી છે.
ભરૂચ LCBમાં વર્ષોથી ટેક્નિકલ સર્વેલન્સમાં રહેલા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીએ રૂપિયા માટે પોલીસનું લોકેશન જ બુટલેગરોને વેચવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા કેટલાક સમયથી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની બુટલગરો ઉપર રેઈડ નિષ્ફળ જતા SP નિર્લિપ્ત રાયને શંકા ગઈ હતી. તેઓએ DYSP કે ટી કામરીયા સાથે તપાસ કરતા ભરૂચ LCBના ટેક્નિકલ સર્વેલન્સમાં ફરજ બજાવતા બે કોન્સ્ટેબલ મયુર ખુમાણ અને અશોક સોલંકીની પોલીસના જ લોકેશનો બુટલેગરોને પોહચાડવામાં ભૂમિકા સામે આવી હતી.
SMCએ આ અંગેનો પ્રાથમિક રિપોર્ટ તત્કાલીન DGP આશિષ ભાટિયાને કરતા ભરૂચ જિલ્લા પોલીસ વડા ડૉ લીના પાટીલે તાત્કાલિક એક્શન લઈ બન્ને રૂપિયા માટે બુટલેગરોના હાથે વેચાઈ ગયેલા પોલીસ કોન્સ્ટેબલોને સસ્પેન્ડ કરી દીધા હતા. ખૂબ જ ગંભીર ગુનાહિત કૃત્ય અંગે ભરૂચ SP એ તપાસ અંકલેશ્વર DYSP ચિરાગ દેસાઈને પોતાની સીધી દેખરેખ હેઠળ સોંપી હતી.