.
મારો અવાજ,
સ્માઇલ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારના સભ્યો દ્વારા અથાગ મહેનતથી અને દાતાશ્રીઓના સહયોગ થકી નામી અનામી,પ્રત્યક્ષ કે પરોક્ષ મિત્રો, વડીલોના સાથ સહયોગથી એક ભવ્ય સર્વ જ્ઞાતિ સમૂહ પ્રથમ વાર અદભૂત,અવિસ્મરણીય કાર્યક્રમ યોજાયો.
તા.૧૧/૨/૨૦૨૩ વિ.સં.૨૦૭૯ મહાવદ- ૫ને શનિવારના શુભ દિવસે સ્માઇલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત “પ્રથમ સર્વજ્ઞાતિ સમૂહલગ્નોસ્તવ” યોજવામાં આવ્યો. સ્માઇલ ચેરિટેબલ ટ્રસ્ટના પરિવારના સભ્યો દ્વારા અથાગ મહેનતથી અને દાતાશ્રીઓના સહયોગ થકી,નામી અનામી,પ્રત્યક્ષ કે પરોક્ષ મિત્રો,વડીલોના સાથ સહયોગથી બનાસકાંઠા પાલનપુરની ધરા પર ગઠામણ રોડ, સધિમતાના મંદિર પાસે એક ભવ્ય સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નોસ્તવનો પ્રથમવાર અદભૂત,અવિસ્મરણીય કાર્યક્રમ યોજાયો.તેમાં ઓ.બી.સી.ની દીકરીઓ ૦૬ તથા એસ .સી. દીકરીઓ ૦૯ થઈ કુલ ૧૫ દીકરીઓ નો સમૂહલગ્નોસ્તવ યોજાયો. તેમાં ૩૦ જેટલી ભેટ સોગાદો દાતાશ્રીઓ દ્વારા આપી અને દિકરીઓને આશીર્વાદ આપ્યા.આ ભવ્ય સમારંભમાં ૬૦૦૦ થી વધુ લોકોએ ભોજન પ્રસાદ લીધો.આ સમૂહલગ્નોસ્તવ માં દાતાશ્રીઓ અને આમંત્રિતમહેમાનોને સાલ અને સન્માનપત્ર આપી સન્માનિત કર્યા.
આ શુભ કાર્યક્રમમાં પાલનપુરના ધારાસભ્યશ્રી અનિકેતભાઈ ઠાકર, પૂર્વ ગૃહમંત્રીશ્રી હરિભાઈ ચૌધરી, નંદાજી ઠાકોર, મુકેશભાઈ શ્રીમાળી, દિનેશભાઈ. મનવર ટ્રસ્ટના પ્રમુખ શ્રીમહેશભાઈ દરજી,મંત્રીશ્રી રશ્મીતાબેન ચૌહાણ ,સંચાલક શ્રી હિના સથવારા, આર્ટિસ્ટ જયભાઈ કડિયા, લોકગાયક સાગરભાઈ પુરબિયા,ભાર્ગવભાઈ પટેલ,શીલાબેન રાવલ, ઠાકોરદાસ ખત્રી, પ્રિયંકાબેન ચૌહાણ ( મામાનું ઘર),સંજયભાઈ કડિયા,રામભરોસે ગ્રુપ તથા સ્વયંમ્ સેવકો હાજર રહ્યા હતા.
સ્માઇલ ચેરિટેબલ ટ્રસ્ટ નું સ્લોગન થોડી સી હસી, થોડી સી મુસ્કાન, બસ યહિ હૈ , સ્માઇલ કી પહેચાન!આ સ્લોગનને સ્માઇલ પરિવારે સાર્થક કર્યું. દીકરીઓને રડતા રડતા નહિ પરંતુ હસતા હસતા વિદાય કરી. દીકરીઓ અને તેમના પરિવાજનોના ચહેરા પર એક અનેરો આનંદ અને સ્મિત જોવા મળ્યું હતું અને તેમના ખૂબ આશીર્વાદ સ્માઇલ ચેરિટેબલ પરિવારને મળ્યા. અહેવાલ:સોયેબ બેલીમ, પાલનપુર