મારો અવાજ,
ચાણસ્મા મહાજન પાંજરાપોળના મહેમાન બનતા પાણસીણા લીમડીના નવ સસલા
જીવદયાનું નામ ચાણસ્મા પાંજરાપોળ નું ધબકતું થયું છે. જેનો વહીવટ સુંદર ચાલી રહ્યો છે અને આ સુંદરકામ શાહ સાવન કુમાર પ્રવીણચંદ્ર દ્વારા થઈ રહ્યું છે જેની જાણ થતાં રામાનંદી હંસાબેન કનૈયાલાલ સાધુ જેવો પાણશીણા તાલુકો લીમડી કાઠીયાવાડથી પોતાના ઘરેથી નવ સસલા લઈને ચાણસ્મા ખાતે આવીને પાંજરાપોળમાં આપી ગયા છે તેમાં દિવ્ય ભાસ્કરના પત્રકાર નીતિનભાઈ ઠાકર દ્વારા સાવન ભાઈનો કોન્ટેક્ટ કરીને આ સસલા ત્યાંથી મંગાવીને ચાણસ્મા પાંજરાપોળમાં સોંપીને જીવદયા નું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું છે.
આ સમયે સાવનભાઈ શાહ ,ચેતનભાઇ શાહ, નીતિનભાઈ ઠાકર ,હંસાબેન સાધુ, તેમના ભાઈ તથા તેમની બહેન અને પાંજરાપોળના કર્મચારીઓ હાજર રહ્યા હતા અને આ જોતા એવું લાગે છે કે ચાણસ્મા મહાજન પાંજરાપોળ નું નામ ગુજરાતમાં ધબકતું થયું છે. અહેવાલ. ચેતન શાહ.