મારો અવાજ,
જિલ્લા કક્ષાની આરોગ્ય ક્ષેત્રે સરકારી દવાખાના, જનરલ હોસ્પિટલો સુવિધાઓથી સજ્જ થાય તેમજ તબીબી નિરીક્ષણ માટે આવતા દર્દીઓને સેવાઓ સંપૂર્ણ મળી રહે તે માટે ગુજરાત સરકાર ખુબજ અગ્રેસર પ્રયત્નો હાથ ધરી રહી છે. આજ રોજ આરોગ્યના વિભાગીય નાયબ નિયામક, ડૉ.એસ.કે.મકવાણાએ સીવીલ હોસ્પિટલ પાટણની મુલાકાત લીધી હતી. હોસ્પિટલની વિઝીટ દરમ્યાન તેઓએ આરોગ્ય શાખા જિલ્લા પંચાયતના અધિકારી/કર્મચારીઓની સાથે વાતચીત પણ કરી હતી.
મુલાકાત દરમ્યાન ડૉ.એસ.કે.મકવાણાએ જનરલ હોસ્પિટલ પાટણમાં ડાયાલીસીસ વિભાગ, પીડીયાટ્રીક વોર્ડ, ફિજીશીયન વોર્ડ, એસ.એન.સી.યુ.વોર્ડ તેમજ જનરલ વોર્ડમાં દાખલ દર્દીઓનું જાત નિરીક્ષણ કર્યું હતુ. પેશન્ટ કેર ઇમ્પ્રુવમેન્ટ માટે સુચનો કર્યા હતા તેમજ સ્માર્ટ રેફરન્સ સિસ્ટમ અંગે જરૂરી માર્ગદર્શન પુરુ પાડયું હતું. દાખલ દર્દીઓને જરૂરી સુવિધાઓ મળી રહે તે માટે હોસ્પિટલનાં સ્ટાફને ડૉ.એસ.કે.મકવાણાએ સુચન કર્યુ હતું.
આ વિઝીટ દરમ્યાન મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.વિષ્ણુભાઇ પટેલ, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી ડૉ.આર.સી.ઠક્કર, ડૉ.દેવેન્દ્ર પરમાર ડી.ટી.ઓ.પાટણ, ડૉ.ભાવનાબેન આર.એમ.ઓ., ડૉ.હિમાંશુ દવે એ.એચ.એ.પાટણ સહિત સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
……………………….