મારો અવાજ,
મ્હે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી બી.બી.ભગોરા સાહેબ નખત્રાણા વિભાગ નખત્રાણાનાઓએ દારૂ-જુગારના સફળ કેશો શોધીકાઢવા તથા આ બદીને સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા સુચના આપેલ.
જે અનુસંધાને નખત્રાણા પોલીસ સ્ટેશનના પો.ઇન્સ.શ્રી આર.જે.ઠુંમર સાહેબ સાથે આજરોજ સ્ટાફના કર્મચારીઓ સાથે પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા તે દરમ્યાન પો.કોન્સ. લાખાભાઇ હીરાભાઇ રબારી નાઓને બાતમી હકીકત મળેલ કે, પ્રભાતસિંહ ઉર્ફે કારુભા જાડેજા રહે. રામપર(રોહા) તા.નખત્રાણા વાળો પોતાની વાડી ઉપર દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે તેવી ચોકસ બાતમી મળતા બાતમી આધારે વર્કઆઉટ કરી બાતમી હકિકત વાળી જગ્યાએ જઇ રેઇડ કરતા નિચે મુજબના ભારતીય બનાવટનો વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડી મજકુર ઈસમ વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે. અહેવાલ:રમેશ મહેશ્વરી