મારો અવાજ,
ધિણોજ અને મેઉં નજીક ટોલ પ્લાઝા બનાવવામાં આવશે: રૂ1152 કરોડના પાટણ-ગોઝારિયા નેશનલ હાઇવેનું કામ શરૂ, 2025માં તૈયાર થઇ જશે
એક વખત ટેન્ડર પ્રક્રિયા રદ થયા બાદ પાટણ-ગોઝારિયા વચ્ચે નવીન નેશનલ હાઇવેનું કામકાજ એક વર્ષ બાદ શરૂ થયું છે. પાટણના ખાન સરોવરથી લઇ ગોઝારિયા સુધીના 79.150 કિલોમીટરના આ પ્રોજેક્ટ પાછળ રૂ.1152 કરોડથી વધુ ખર્ચાશે. મહેસાણા-પાટણને જોડતો આ નેશનલ હાઇવે 2025માં બનીને તૈયાર થશે.
1 એલિવેટેડ કોરિડોર અને 5 ફ્લાયઓવરની આસપાસ 5 ઓવરપાસ અને 6 અંડરપાસ બનશે
ધિણોજ અને મેઉં નજીક ટોલ પ્લાઝા બનાવવામાં આવશે
એક વખત ટેન્ડર પ્રક્રિયા રદ થયા બાદ પાટણ-ગોઝારિયા વચ્ચે નવીન નેશનલ હાઇવેનું કામકાજ એક વર્ષ બાદ શરૂ થયું છે. પાટણના ખાન સરોવરથી લઇ ગોઝારિયા સુધીના 79.150 કિલોમીટરના આ પ્રોજેક્ટ પાછળ રૂ.1152 કરોડથી વધુ ખર્ચાશે. મહેસાણા-પાટણને જોડતો આ નેશનલ હાઇવે 2025માં બનીને તૈયાર થશે.
આખા હાઇવે પર 6 લેનનો 1 એલિવેટેડ કોરિડોર સાથે 6 લેનના 5 ફ્લાયઓવર બનશે. તેમજ 1 એલિવેટેડ કોરિડોર અને 5 ફ્લાયઓવરની આસપાસ 5 ઓવરપાસ અને 6 અંડરપાસ બનશે. આ સાથે આખા હાઇવે પર 42 નાના જંકશન રહેશે. જેમાં પાટણથી ગોઝારિયા તરફ આવતાં 31 જંકશન અને તેની સામે 26 જંકશન રહેશે. તેમજ પાટણના ધિણોજ નજીક અને ગોઝારિયાના મેઉં નજીક એમ બે સ્થળોએ ટોલપ્લાઝા બનાવવામાં આવશે.
પાલાવાસણા સર્કલથી પ્રોજેક્ટના સૌથી મોટા એલિવેટેડ કોરિડોરનું કામ શરૂ, બેરીકેટિગ કરાયું
પાટણ-ગોઝારિયા નેશનલ હાઇવે પર પ્રથમ તબક્કે પાલાવાસણા સર્કલ પરથી પ્રોજેક્ટના સૌથી મોટો એલિવેટેડ કોરિડોરની કામગીરી શરૂ કરાઇ છે. આ માટે મહેસાણા તરફ આવતાં રોડ પરની એકબાજુ બેરીકેટિંગ કરી દેવાયું છે. ભાસ્કર
અહીં બનશે 6 લેનના 5 ફ્લાયઓવર
રામપુરા સર્કલ (મહેસાણા-ગાંધીનગર હાઇવે)
શિવાલા સર્કલ (મહેસાણા-અમદાવાદ હાઇવે)
બહુચરાજી સર્કલ { મોઢેરા સર્કલ
પાંચોટ સર્કલ (પાલનપુર-અમદાવાદ હાઇવે)
આ પ્રકારની સુવિધા મળશે
2 સ્થળે ભારે વાહનો પાર્ક કરી શકાશે
વરસાદી પાણીના સંગ્રહ અને રિચાર્જ પણ કરાશે.
હાઇવે ટ્રાફિક મેનેજમેન્ટ સાથે હાઇવે પેટ્રોલિંગ રહેશે.
સ્ટ્રીટલાઇટ, લેન્ડસ્કેપિંગ વૃક્ષારોપણ, ટ્રાફિક સહાય, તબીબી સહાય, વાહન બચાવ પોસ્ટ ઊભાં કરાશે.
એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પડાશે.