મારો અવાજ ન્યૂઝ -વડનગર, શૈલેષ પરમાર
વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ, વડનગર નગર પાલિકા સદસ્ય, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.
એક પત્રકાર તરીકે અમે જાણીયે છીએ ત્યાં સુધી વડનગરનુ રાજકારણ નંબર વન પર રહ્યું છે. વડનગરના સંગઠને રાત દિવસ એક કરી ભારે મહેનતથી વડનગર નગરપાલિકાએ 27 સદસ્યોને વિજયી બનાવી પાલિકાને બહુમતિ અપાવી હતી. કોંગ્રેસના એક સદસ્ય હતા એમને પણ ભાજપમાં જોડાઈને વડનગરને કોંગ્રેસ મુક્ત કરી નાખ્યું. આજે દેશના વડાપ્રધાન મોદી સાહેબ પણ વડનગર ઉપર ગર્વ અનુભવતા હશે. તો પછી ઉઝાના ધારાસભ્ય કિરીટભાઈ પટેલને વડનગરનુ રાજકારણ કેમ ખરાબ લાગ્યું.? તે વિચારવાનો પ્રશ્ન છે.
વડનગરના લોકોએ ભારતીય જનતા પાર્ટીને મન મૂકી વોટ આપ્યા છે. જયારે પણ ઉઝા વિધાનસભાના ધારાસભ્યએ જીત મેળવી તેમાં વડનગરના મતદારોનુ ખૂબ જ મોટો ફાળો અને સહકાર રહેલો છે. .2022 વિધાનસભાની ચૂંટણી સમયે પણ વડનગર શહેર ભાજપ, નગરપાલિકા તેમજ તમામ કાર્યકર્તાઓએ ખડેપગે રહીને રાત દિવસ જોયા વિના મહેનત કરી છે.. તેમાં કોઈ સંશય નથી..
તેમ છતાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલને વડનગરનું રાજકારણ કેમ ખરાબ દેખાય છે? વડનગર પાલિકા,વડનગર શહેર સંગઠન, યુવા સંગઠનના તમામ કાર્યકતા સાથે મળીને તમામ પ્રકારના પ્રજાલક્ષી કાર્યો કરે છે. કોરોના મહામારી સમયે પણ આ જ સંગઠન અને પાલિકાએ રાત દિવસ મહેનત કરીને પ્રજાનો વિશ્વાસ જીત્યો છે. ભાજપના કાર્યકતાઓએ કોંગ્રેસ મુક્ત વડનગર કર્યું તેમ છતાં ધારાસભ્ય કિરીટભાઈ પટેલને કેમ વડનગરનું રાજકારણ ભાગલાવાદી લાગે છે ? વારંવાર ધારાસભ્ય કેમ કહે છે કે વડનગરનું રાજકારણ ખરાબ છે? ધારાસભ્યના આ નિવેદનથી વડનગરના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો છે. તેમના આ નિવેદનથી વડનગર પ્રજા પણ નારાજ છે.. પ્રજા જાણવા માંગે છે કે કોણ છે કે જે ભાજપના મજબૂત સંગઠનને ધારાસભ્યના માધ્યમથી વડનગરના રાજકારણને ખરાબ ચીતરાવે છે. જો ધારાસભ્ય આવુ જ વ્યવહાર અને વર્તન રાખશે તો ભાજપના કાર્યકતાઓનું મનોબળ તૂટી જશે. જેનો સીધો ફાયદો કોંગ્રેસને થશે. તેવી ચર્ચા પ્રજામાં ચાલી રહી છે. ટૂંક સમય માં જ વડનગર નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે. તેમ છતાં ભાજપના ધારાસભ્ય કિરીટભાઈ પટેલ વડનગર શહેરનું રાજકારણ ખરાબ છે તેવું નિવેદન આપતાં રહેશે તો કોંગ્રેસને ફાયદો થશે તેમાં કોઈ બેમત નથી. .ભાજપના આગેવાનો અને વડનગરની પ્રજા પણ જાણવા માંગે છે કે ધારાસભ્ય કોના ઇસારે આવુ નિવેદન આપે ? જો કોઈના ઈશારે નિવેદન આપ્યું હોય તો કોણ છે કે જે વડનગરમાં ભાગલાવાદી રાજકારણ ખેલે છે તેને ખુલ્લો પાડો તેવું લોકોનું કહેવું છે. વડનગર પાલિકાના સદસ્યોae ધારાસભ્યને એવું પણ કહ્યું કે જો અમે ખરાબ રાજકારણ ખેલતા હોઇયે તો રાજીનામુ આપી દઈએ ? અને જે આવું ગંદુ રાજકારણ ખેલતો હોય તેનું નામ જાહેર કરો તેવું પણ કહ્યું હતું. આવી ચર્ચાઓને લઈ વડનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો..