મારો અવાજ,
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વતન વડનગરમાં નવીન એપીએમસી બનાવવાની ચર્ચાઓ છેલ્લા 7 વર્ષથી વડનગરની પ્રજામાં થઇ રહી છે.
છેલ્લા 20 વર્ષથી વડનગરમાં એપીએમસી બંધ છે. ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી રૂપાણીએ ૨૦૧૭માં વડનગરમાં નવીન એપીએમસી બનાવવાની જાહેરાત કરી હતી. તેના ભાગરૂપે તેમના વચન આપ્યાના એક માસ પછી જ વડનગરમાં તેનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
માહિતી અનુસાર વડનગરમાં માર્કેટયાર્ડ જે જગ્યા પર બનાવવામાં આવ્યું હતું. તે જગ્યા એનએ થયેલી ન હતી. . તેના કારણે વિવાદોમાં ફસાઈ હતી. પરંતુ સ્વ-ધારાસભ્ય ડૉ. આશાબેન પટેલના પ્રયત્નો અને રાજ્ય સરકારે આપેલ વચનને લીધે હવે માર્કેટયાર્ડની આ જગ્યા એનએ થઇ ગઈ છે. તેમ છતાં હજુ પણ માર્કેટયાર્ડના પ્રશ્નનું કોઈ નિરાકરણ આવ્યું નથી. જેથી વડનગર નગરપાલિકાના સદસ્યએ ઉઝા ધારાસભ્ય કિરીટભાઈ પટેલને મૌખિક રજુઆત કરી હતી કે વડનગર માર્કેટયાર્ડનું કામ ઝડપી શરૂ થાય તેવું કરો. વડનગર શહેર અને તાલુકાના ખેડૂતો ઘણા સમયથી નવીન એપીએમસીની રાહ જોઈ રહ્યા છે. ધારાસભ્ય કિરીટભાઈ પટેલે જણાવ્યું કે હું આ બાબતે સરકારમાં રજૂઆત કરીશ કે વડનગરમાં માર્કેટયાર્ડનું કામ ઝડપી શરૂ થાય. વડનગરની પ્રજામાં ચર્ચાઓ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પુત્ર હોવાના નાતે તત્કાલીન મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના સમયે માર્કેટયાર્ડની માંગણી કરી હતી. તે માંગણી માત્ર માંગણી બનીને જ રહી ગઈ. છે કેમ કે આજે પણ માર્કેટયાર્ડનું કામ અધ્ધરતાલ છે. વડનગરના પનોતા પુત્ર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની માંગણીને આજ સુધી સ્વીકારમાં આવી નથી તેવું જણાઈ રહ્યું છે. અધિકારીઓ પણ આ બાબતે કોઈ જવાબ પણ આપતાં નથી.
વડનગરમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ષ ૨૦૧૭માં એપીએમસીને શરૂ કરવા માટે હાંકલ કરી હતી. વડનગરના લોકોને નવીન એપીએમસીનું વચન આપ્યું હતું અને કહ્યું હતું કે એક મહિનામાં અહીં એપીએમસીનું નવીનીકરણ થશે પણ આખી સરકાર બદલાય ગઈ તેમ છતાં વડનગર મોદી સાહેબના માદરે વતનમાં હજુ માર્કેટયાર્ડનો રણાગત પણ નથી.. વડનગર તાલુકાની નવીન એપીએમસી બનવાની રાહ જોઈ બેઠી છે. વડનગરમાં માર્કેટયાર્ડ કયારે બનશે?
તે ઉપરાંત વડનગરના જાગૃતિ નાગરિક અને નગરપાલિકાના ઉપ પ્રમુખ કાનાજી ઠાકોર, ઘેમરજી ઠાકોરે મહેસાણા એસપી અચલ ત્યાગીજીને વડનગરમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી. કાનાજીએ જણાવ્યું હતું કે અમારા તરફથી જે પણ મદદ કરવાની થશે તે અમે કરીશું પણ વડનગરમાં સીસીટીવી કેમેરા લગાવો. સીસીટીવી કેમેરાથી ગુનાહિત ઘટનાઓ પર નિયઁત્રણ લાવી શકાય છે. કોઈ અઘટિત ઘટના બને તો સીસીટીવી કેમેરાના આધારે ઝડપી નિકાલ લાવી શકાય છે. પ્રજાલક્ષી રજૂઆતો વડનગર નગરપાલિકાના સદસ્યોં દ્રારા કરવામાં આવી હતી… આ રજુવાતો ઝડપી પૂરી થાય તેવી પ્રજાની પણ માંગ છે..