મહેસાણા જિલ્લાના કડાથી મંત્રીશ્રી ઋષિકેશ પટેલે જળ અભિયાનનો પ્રારંભ કરાવ્યો..
“સુજલામ સુફલામ જળ અભિયાન” જળ સંગ્રહ જળ સંચય ક્ષેત્રે દેશનું માર્ગદર્શન કરશે-
–મંત્રી ઋષિકેશ પટેલ
મહેસાણા
31 મે સુધી ચાલનાર “સુજલામ સુફલામ જળ અભિયાન”નો કડાથી પ્રારંભ કરાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે , પ્રધાનમંત્રીશ્રીના માર્ગદર્શનથી શરૂ થયેલ જળસંચય અભિયાન આજે રાજ્યમાં જળક્રાતિનું જનક બન્યુ છે.
મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું કે , સુજલામ સુફલામ્ જળ અભિયાનના છઠ્ઠા ચરણ નો રાજ્યવ્યાપી પ્રારંભ ગાંધીનગર જિલ્લાના ખોરજ ગામેથી મુખ્યમંત્રીશ્રીએ કરાવ્યો છે.છેલ્લા પાંચ ચરણમાં આ અભિયાનને વ્યાપક પ્રતિસાદ મળ્યો છે. આ અભિયાનથી જળસંચયની સાથે તળ પણ ઊંચા આવ્યા છે
મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતુ કે , જળસંચયની સાથે માનવદિનની રોજગારી અને નાગરિકોના જનસુખાકારીમાં પણ “સુજલામ સુફલામ જળ અભિયાન”થી વધારો થયો છે.તેમણે ઉમેર્યુ હતુ કે જળસંચયને વેગ આપી જળ સંચય ક્ષેત્રે આગામી સમયમાં દેશનું માર્ગદર્શન કરશે.
મંત્રીશ્રીએ ઉમેર્યું હતુ કે સુજલામ સુફલામ જળ અભિયાનથી નાગિરકોના જીવન ધોરણમાં સુધારો થાય છે. આ અભિયાનમાં તળાવ – ચેકડેમો ઊંડા ઉતારવાની સાથે જનતાના સ્વાસ્થ્યને અસર કરતી ટાંકી/સંપ/પાણી-ગટરની લાઈન સાફ કરવા સહિતની કામગીરી હાથ ધરનાર છે,
અત્રે ઉલ્લેખનીય છેકે વર્ષ ૨૦૧૮થી શરૂ થયેલું “સુજલામ સુફલામ જળ અભિયાન” હેઠળ દર વર્ષે ખુબ સારી રીતે પણ કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષ ૨૦૨૩માં આ અભિયાન ૧૭ ફેબ્રુઆરીથી ૩૧ મે સુધી ચાલનાર છે. આ વર્ષે પણ લોક ભાગીદારી, મનરેગા અને વિભાગીય કચેરીઓના સંકલન સાથે જળ સંચયનું કામ થનાર છે.સુજલામ સુફલામ જળ અભિયાન માત્ર જળ સંચયલક્ષી નહિ પરંતુ જાહેરહિતના તંદુરસ્ત સ્વાસ્થ્ય માટે પણ કારણભૂત બનનાર છે.
કડા ખાતેના કાર્યક્રમમાં સાંસદ શ્રી શારદાબેન પટેલ, રાજ્યસભા સંસદ જુગલજી ઠાકોર, ધારાસભ્ય મુકેશ પટેલ,જિલ્લા કલેકટર એમ નાગરાજન,જિલ્લા વિકાસ અધિકારી ડો ઓમ પ્રકાશ,નિવાસી અધિક કલેકટર ઇન્દ્રજીસિંહ વાળાવિસનગર પ્રાન્ત અધિકારી રામ નિવાસ બુગલિયા,તાલુકા પંચાયત પ્રમુખ સુમિત્રાબહેન પટેલ ,વિચરતા સમુદાય સમર્થન મંચના મિત્તલબહેન પટેલ, જિલ્લાના અધિકારીઓ,પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.