મારો અવાજ,
વડનગર શહેર ખાતે પુસ્તકાલયનો ઉદ્ઘાટન સમારોહનું આયોજન કરવામાં આવ્યું
પુસ્તકાલય માટે હવેલી બક્ષિસ કરનાર ચિરાગ ભાઈએ પણ દિલ થી ખુશી વ્યક્તિ કરી..
વડનગર શેઠ ભોગીલાલ ચકુલાલ વિદ્યાલય પુસ્તકાલયનો ભવ્ય ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો.
આ કાર્યક્રમમાં તમામ મહેમાનશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું હતું..તેમજ રાજ્ય સભા સાંસદ દ્રારા તેમની ગ્રાન્ટ માંથી કરબટીયા ગામે એમ્યુલ્સ ફારવામાં આવી હતી જેથી કરબટીયા ગામના આગેવાનો દ્રારા જુગલજી ઠાકોરનું શાલ ઓઢારીને સન્માન કરવામાં આવ્યું હતું
*આ ઉદ્ઘાટન સમારોહમાં સામાજિક અગ્રણી વડીલ શ્રી સોમા ભાઈ મોદી, સાંસદ શારદાબેન પટેલ,રાજ્ય સભા સાંસદ જુગલજી ઠાકોર,ઉંઝા MLA કિરીટ ભાઈ પટેલ, અને હવેલી બક્ષિસ કરનાર ચિરાગ ભાઈ, પંકજકુમાર ગોસ્વામી ગ્રથાલય નિયામકશ્રી ગુજરાત, શ્રીમતી ડૉ અમિતબેન દવે મદદનિશ ગ્રથાલય નિયામકશ્રી મહેસાણા તેમજ અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું સંચાલન રણજીતસિંહ રાઠોડે કર્યું હતું..