મારો અવાજ,
વડનગરના જગાપુરા ગામમાં ગેરકાયદેસર રીતે ખેતરમાં ગાંજાનું વાવેતર કરેલ હોવાની બાતમીના આધારે મહેસાણા એસઓજીએ બે શખ્સને ઝડપી લીધા હતા.
મહેસાણા જિલ્લાના પોલીસ અધિક્ષક અચલ ત્યાગીની સૂચનાથી મહેસાણા એસ.ઓ.જી.ના પી.આઈ. એ. યુ.રોઝ અને પી.એસ.આઈ. પરમારની ટીમના Pc દિગ્વિજયસિંહ, Pc વિશ્વનાથસિંહએ બાતમીના આધારે વડનગરના જગાપુરા ગામમાં રેડ કરી ગાંજાનો ગેરકાયદે વાવેતર કરતા ઠાકોર કલ્યાણજી કુબેરજી, ઠાકોર વિષ્ણુજી જેઠાજી રહે જગાપુરા ગામના બંને આરોપીઓને 70 નંગ 1.120 કિલ્લોગ્રામ ગાંજો
ગાંજાની કિંમત આશરે રૂપિયા 1120/જેટલી થાય છે. આરોપીને વડનગર પોલીસ સ્ટેશનમાં લાવી એન.ડી.પી.એસ.એક્ટ 1985ની કલમ 8 સી,20 બી, 29 મુજબ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.