મારો અવાજ,
વડનગરના ઉણાદ ગામે રોડ પર બાઈક મૂકી ખેડૂત પાણી વાળવા ગયા ને તસ્કરો પાછળથી બાઇક ઉઠાવી ગયા
મહેસાણા જિલ્લામાં આવતા વડનગર તાલુકાના ઉણાદ ગામે ખેડૂત પોતાના ખેતર પાસે બાઈક પાર્ક કરી પાણી વાળવા ગયા.બાદમાં રોડ પર આવી જોતા બાઈક નજરે ન પડતા તપાસ આદરી મોડે સુધી બાઈક ક્યાંય ન મળતા આખરે વડનગર પોલીસ મથકમાં બાઈક ચોરીની ફરિયાદ નોંધાવી છે
વડનગર તાલુકાના ડાબું ગામે રહેતા દિનેશભાઇ ચૌધરી પોતાનું બાઈક GJ02BF2607 લઇ ઉણાદ ગામ ની સીમમાં આવેલા રાયડાનું વાવેતર કરેલ હોવાથી પાણી વાળવા આવ્યા.ખેતર પાસે આવેલા રોડ પર બાઈક પાર્ક કરી પાણી વાળવા ગયા ત્યારબાદ પરત આવ્યા ત્યારે બાઈક નજરે પડ્યું નહોતું.આસપાસ શોધખોળ કરતા ક્યાંક બાઈક ન મળતા આખરે વડનગર પોલીસ મથકમાં અજાણ્યા તસ્કરો સામે 17,000 કિંમતના બાઈક ચોરી મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.