મારો અવાજ,
લાઘણજ પોલીસે વિદેશી દારૂના જથ્થા સાથે 5.35 લાખનો મુદ્દામાલ ઝડપી પાડ્યો
મહેસાણાના લાઘણજ પોલીસને વિદેશી દારૂ અંગેની બાતમી મળતા ચરાડું ત્રણ રસ્તા પર વોચ ગોઠવી, દારૂ ભરેલ ગાડી આવતા ડ્રાઇવર પોલીસને જોઈ ગાડી લઇ ભાગી ગયો.પોલીસે ડ્રાઇવર નો પીછો કરતા ચાલક લાંઘણજમાં ગાડી મૂકી રફુચક્કર થઈ ગયો. પોલીસે ગાડી સહિત 5 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી વધુ તપાસ આદરી છે.
લાઘણજ પોલીસને બાતમી મળી હતી કે વિસનગર થી ગાંધીનગર બાજુ દારૂ ભરેલી ગાડી જવાની છે.બાતમી આધારે પોલિસે ચરાડું ત્રણ રસ્તે ગાડી ઝડપવા વોચ ગોઠવી.વોચ દરમિયાન ડ્રાઇવર પોલીસને જોઈ પોતાની ગાડી ભગાડતાં પોલીસે પણ ગાડીનો પીછો કરી અન્ય પોલીસ કર્મીઓને વડસ્મા ચોકડી નાકાબંધી કરવા સૂચના અપાઈ. ત્યાર બાદ દારૂ ભરેલ ગાડીનો પીછો કરતા ડ્રાઇવર લાઘણજમા આવેલ છીપાવાડ મહોલ્લામાં ગાડી ઘુસાડી ત્યાં જ ગાડી મૂકી ફરાર થઇ ગયો હતો. સમગ્ર કેસમાં પોલીસે ગાડીમાં તપાસ કરતા 1,35,540 કિંમતનો વિદેશી દારૂ તેમજ ગાડી મળી કુલ 5,35,540 કિંમતનો મુદ્દામાલ ઝડપી ગાડી ચાલક સામે લાઘણજ પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.