મારો અવાજ,
કડી તાલુકાના થોળ ગામે પતિએ પોતાની પત્નીના પ્રેમીને પીક અપ ડાલાથી ટક્કર મારીને મોતને ઘાટ ઉતારી નાખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામ્યો હતો જ્યારે પોલીસે આરોપીને થોડાક જ દિવસમાં ઝડપી પાડીને જેલના સળિયા પાસે ધકેલી દીધો હતો.
કડી તાલુકાના થોળ ગામે આજથી ચાર દિવસ પૂર્વે અકસ્માતની ઘટના બની હતી. જેમાં કડી તાલુકાના થોળ ગામના સુરજજી ઠાકોર કે ખાત્રજ પાસે ખાનગી કંપનીમાં જોબ કરતા હતા. જેઓ પોતાના ઘરેથી રાત્રિના સમય દરમિયાન નોકરી સારું ઘરેથીનીકળ્યા હતા અને થોળ ચોકડી પાસે આવતા રોડ ક્રોસ કરી રહેલા સુરેસજીને પીકપ ડાલા જીપના ચાલકે ધડાકાભેર પાછળથી ટક્કર મારતા સુરજજી ઠાકોર રોડ ઉપર પટકાયા હતા. જ્યાં તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મોત થયું હતું. યુવકનું મોત થતાં બાવલુ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. જો કે પરિવારજનોને આ અક્સમાત નહી પરંતુ હત્યા થઇ હોવાની શંકા જતાં પોલીસને આ દિશામાં તપાસ હાથ ધરી હતી.
જેમાં પોલીસે સમગ્ર ઘટના જાણવાની કોશિશ કરતાં તપાસમાં ખુલ્યું હતું કે, સુરજજી ઠાકોરના લગ્ન થયા હતા, પરંતુ તેઓએ તેમની પત્ની છૂટાછેડા લીધા હતા દરમિયાન તેમના જ ગામમાં રહેતા અનિલજી ઠાકોરની પત્ની સાથેસુરજજીને પ્રેમ સંબંધ બંધાઈ ગયો હતો. અનિલજી ઠાકોરની પત્ની રિસાઈને પોતાના પિયર જતી રહી હતી. સુરેશજી ઠાકોરે અનિલજીની પત્ની સાથે પ્રેમ સંબંધના વીડિયો અને ફોટા તેમજ રેકોર્ડિંગ બતાવતા સુરેશજી ઠાકોરનું કાસળ કાઢી નાખવાનું પ્લાન બનાવીને સુરેશની હત્યા કરી નાખી.
અનીલને તેના પત્નીની અને સુરેશના પ્રેમ સંબંધની જાણ થતાં તેણે સુરેશનો પીછો કરીને થોળ ચોકડી તરફ પીકઅપ ડાલુ લઈને પહોંચી ગયો હતો. જ્યાં થોળ ચોકડી ઉપર સુરેશ પહોચતાં જ પાછળથી અનિલે પિકઅપ ડાલાવાડે ધડાકાભેર ટક્કર મારી હતી. સુરજજીના માથાના ભાગ ઉપરથી ચલાવી ફરાર થઈ ગયો હતો. સુરેશને હોસ્પિટલ ખસેડાયો હતો સારવાર દરમિયાન તેનું મોત થયું હતું, પરંતુ પોલીસે હત્યાનો ભેદ ઉકેલ નાખ્યો હતો. જ્યાં પોલીસે અલગ અલગ દિશામાં તપાસ કરતા બાવલુ પોલીસ હત્યારા સુધી પહોંચી ગઈ હતી અને હત્યારાને ઝડપી પાડી કાર્યવાહી કરી હતી.