મારો અવાજ,
મહેસાણા એલસીબી ટીમે બાતમી આધારે રાજસ્થાનથી દારૂ ભરીને જતી ગાડી અડાલજ પહોંચે એ પહેલા જ બાતમી આધારે ઝડપી પાડી છે. તેમજ ગાડી, અને વિદેશી દારૂ મળી કુલ 5 લાખથી વધુ કિંમતનો મુદ્દામાલ પોલીસે ઝડપી એક શખ્સને ગાડીમાંથી દબોચી લીધો છે. તેમજ આ કેસમાં કુલ 4 સામે ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે.
પોલીસને જોઈ એક શખ્સ ખેતરોમાં ભાગી ગયો
મહેસાણા એલસીબી ટીમને બાતમી મળી હતી કે, રાજસ્થાન ના સાંચોર થી વિદેશી દારૂ ભરીને GJ03EC6433 નંબરની ગાડી મહેસાણા થઈ અડાલજ જવાની છે. બાતમી મળતા મેવડ ટોલ નાકે પોલીસે વોચ ગોઠવી હતી. એ દરમિયાન દારૂ ભરેલ ગાડી આવતા પોલીસે રોકવાનો પ્રયાસ કરતા ચાલકે ગાડી ભગાડી મુકતા પોલીસે પણ પોતાની ગાડીઓ દોડાવીને દારૂ ભરેલ ગાડી ઝડપી હતી. જોકે પોલીસ આવે એ પહેલાં જ ગાડીમાંથી એક શખ્સ ખેતરોમાં અંધારામાં ભાગવામાં સફળ રહ્યો હતો, જોકે, અન્ય એક શખ્સ ઝડપાઇ ગયો હતો.
अगली पोस्ट