વડનગર તાલુકા પંચાયતના અમુક કર્મચારીઓએ વડાપ્રધાનના માદરે વતનની આબરૂ કાઢી..
દેશના વડાપ્રધાને દેશને એવો સંદેશો આપ્યો હતો કે હું ખાતો નથી ને ખાવા દેતો નથી..
જયારે તેમના જ માદરે વતનની તાલુકા પંચાયતમાં મોટી ટકાવારી લેવામાં આવે છે… એક એસડીએમ એન્જીનીયરે કોન્ટ્રાક્ટર પાસે ટકાવારી માંગતા કોન્ટ્રાકટરે હોબાળો કર્યો હતો. અને તેમને એન્જીનીયરની રજુવાત તાલુકા પ્રમુખને કરી હતી…
ત્યાર બાદ થોડા દિવસ અગાઉ કેસિમ્પા ગામના કોન્ટ્રાકટરે તાલુકા પંચાયતની લોબીમાં દિનેશ નામના ક્લાર્કને ખુલ્લેઆમ ઘૂસ આપતો વિડિઓ વાઇરલ થયો હતો.
આ હકીકત જાણવા મારો અવાજના રીપોર્ટરે તાલુકા વિકાસ અધિકારીની મુલાકાત લીધી તો તેમણે કહ્યું કે હું કર્મચારીને પૂછીશ..
વધું વિગત આવતા અંકે…