મારો અવાજ,
ઓમ પબ્લિક સ્કૂલ જસલપુર ખાતે વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. આચાર્યશ્રી નીતિનભાઈ પટેલના માર્ગદર્શન નીચે પાંચમા વાર્ષિકોત્સવનું આયોજન કરાયું.
જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો .જેમાં મુખ્ય મહેમાન પદે ડો.મમતાબેન પંડિત, શ્રી સુરેશભાઈ દેસાઈ ,બીટ નિરીક્ષકશ્રી ચાણસ્મા ,કુમારી હસુમતીબેન પટેલ ,આચાર્યશ્રીપલાસર હાઈસ્કૂલ ,શ્રીહરેશભાઈ પટેલ પ્રમુખશ્રી વિદ્યાઉત્તેજક મંડળ પિમ્પલ, શ્રી ડો. મણીભાઈ એમ .પટેલ નિવૃત્ત સુપર ક્લાસ વન અધિકારીશ્રી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી , શ્રી કિર્તીભાઈ પટેલ, નરેશભાઈ પટેલ , મેનેજિંગ ટ્રસ્ટી શ્રી ગૌરવભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી હાર્દિકભાઈ પટેલ, ટ્રસ્ટીશ્રી અંકુરભાઈ પટેલ તેમજ અન્ય મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા .જેમાં બાલવાટિકા તેમજ ધોરણ 1 થી 12 ના વિદ્યાર્થીઓ દ્વારા વૈવિધ્યસભર વિવિધ જુદી જુદી કૃતિઓ રજૂ કરવામાં આવી જેવી કે ડાન્સ ,નાટક, ગરબા ,પિરામિડ જેવી કૃતિ રજૂ કરાઇ.
જેમાં બાળકોએ પોતાનામાં રહેલ સુસુપ્ત શક્તિઓ ખીલવીને કાર્યક્રમને વધુ રસપ્રદ બનાવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં વાલી મિત્રો ઉપસ્થિત રહીને બાળકોના પર્ફોર્મન્સ ને બિરદાવામાં આવ્યું હતું.
કાર્યક્રમને અંતે શાળાના આચાર્યશ્રી નીતિનભાઈ પટેલ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમમાં તમામ સ્ટાફ મિત્રો તેમજ ટ્રાન્સપોર્ટેશન સેવા પૂરી પાડતાં તમામ ડ્રાઈવર ભાઈઓએ પણ પોતાના ભાગે આવતી વિવિધ પ્રકારની કામગીરી ખૂબ જ નિષ્ઠાપૂર્વક બજાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો..