મારો અવાજ,
જીપેરી કમ્પ્યુટર અને એસ. એન્ડ એચ વિભાગ દ્વારા 28 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કોલેજમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. ભારત સરકાર દ્વારા દર વર્ષે વિજ્ઞાનશાસ્ત્રી સી.વી.રામન દ્વારા કરવામાં આવેલ શોધ અને વિજ્ઞાનશાસ્ત્રના મહત્વને સમજાવવા માટે દરેક શાળા, કોલેજ અને વિજ્ઞાન સંસ્થાઓમાં આ દિવસને ઉજવવામાં આવે છે. જીપેરી એસ. એન્ડ એચ વિભાગના અધ્યાપક પ્રો. પ્રેરક પટેલ દ્વારા ગ્લોબલ વાર્મિંગ, ઈ-સંસાધનો, સાઇબર સિક્યોરિટી, આઈ.ઑ.ટી. જેવા વિવિધ વિષયો અને એના મહત્વ જેવા વિવિધ મુદ્દાઓ પર સામૂહિક ચર્ચા કરવામાં આવી હતી. ઉપરાંત એમને જણાવ્યુ હતું કે વિજ્ઞાનશાસ્ત્ર એ દરેક વિષયમાં કેન્દ્રસ્થાને છે. નાની સોય થી લઈ સ્પેસ ક્રાફ્ટ સુધી બધી જ શોધ માત્ર ને માત્ર વિજ્ઞાનને લીધે શક્ય બની છે. પ્રિન્સિપાલ ડો. ચિરાગ વિભાકર દ્વારા કમ્પ્યુટર અને એસ. એન્ડ એચ વિભાગને આ આયોજન માટે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.