મારો અવાજ,
ગુજરાત પાવર એન્જિનિયરિંગ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મેવડ કોલેજ જીટીયુ સંચાલિત અને ઉત્તર ગુજરાતની જીટીયુ ઇનોવેશન અને સ્ટાર્ટ અપ પ્રાદેશિક સેલ ધરાવનાર એકમાત્ર સંસ્થા છે. કોલેજ દ્વારા આગામી 4 માર્ચ 2023 (શનિવાર) ના રોજ જીટીયુ સ્ટાર્ટ અપ પ્રદર્શનનું આયોજન કોલેજ કેમ્પસ ખાતે કરવામાં આવ્યું છે. જેમાં ધોરણ 8 થી 11 ના શાળાના તેમજ ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગના રસ ધરાવતા તમામ વિદ્યાર્થીઓને આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રદર્શનમાં આવનાર વિદ્યાર્થીઓ માટે એક પરિચય સત્ર અને SSIP-2 (વિદ્યાર્થી સ્ટાર્ટ અપ અને ઇનોવેશન પોલિસી) વિશે ટૂંકમાં માહિતી આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં GISC પ્રાદેશિક કેન્દ્ર દ્વારા નવીન વિચાર ઉત્પાદનમાં પરિવર્તિત થઈ શકે છે એ વિષે પૂરી પાડવામાં આવતી સુવિધાઓ વિષે માહિતી આપવામાં આવશે. આ સમગ્ર પ્રદર્શનનું આયોજન પ્રિન્સિપાલ ડો. ચિરાગ વિભાકરના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. સંપર્ક નંબર :- +919033992273