મારો અવાજ,
મહેસાણાની હદમાં આવતાં 76.94 કિમી અંતરના પાટણ- ગોઝારિયા નેશનલ હાઇવેમાં જમીન સંપાદનમાં 17 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધીમાં 146 વાંધા મહેસાણા પ્રાન્ત કચેરીને મળ્યા છે. જેમાં સંપાદન ન કરવું, સંપાદન કરો તો વધુ વળતર, સંપાદન સામે વિરોધ વગેરેને લગતી વાંધા અરજીઓ હોઇ આગામી તા. 1, 3 અને 4 માર્ચના રોજ સુનાવણી રાખવામાં આવી છે.
ગીચ ટ્રાફિકમાંથી નેશનલ હાઇવે પસાર ન કરતાં બાયપાસથી પસાર કરવા રામપુરા (કુકસ)ના પૂર્વ સરપંચની રજૂઆત
મહેસાણાની હદમાં આવતાં 76.94 કિમી અંતરના પાટણ- ગોઝારિયા નેશનલ હાઇવેમાં જમીન સંપાદનમાં 17 જાન્યુઆરીથી 6 ફેબ્રુઆરી સુધીમાં 146 વાંધા મહેસાણા પ્રાન્ત કચેરીને મળ્યા છે. જેમાં સંપાદન ન કરવું, સંપાદન કરો તો વધુ વળતર, સંપાદન સામે વિરોધ વગેરેને લગતી વાંધા અરજીઓ હોઇ આગામી તા. 1, 3 અને 4 માર્ચના રોજ સુનાવણી રાખવામાં આવી છે.
ત્યાર બાદ સુનાવણીના જવાબો કરાશે તેમ પ્રાન્ત કચેરીના સૂત્રોએ જણાવ્યું હતું.દરમિયાન, ગીચ ટ્રાફિકમાંથી નેશનલ હાઇવે પસાર ન કરતાં બાયપાસથી પસાર કરવા રામપુરા (કુકસ)ના પૂર્વ સરપંચે રજૂઆત કરતાં જણાવ્યું કે, પાટણ- ગોઝારિયા નેશનલ હાઇવે નં.68 બાયપાસ રદ કરી શહેરના ગીચ ટ્રાફિક તથા શહેરી વિસ્તારમાં ડાયવર્ટ કરાયો છે. જેનાથી સામાન્ય પ્રજા અને પર્યાવરણને મોટું નુકસાન થવા જઇ રહ્યું છે. નાણાં અને પર્યાવરણનો દુરુપયોગ તાત્કાલિક બંધ કરી 16 માર્ચ 2018ના જાહેરનામા પ્રમાણે હાઇવે બનાવવા માંગ છે. કેટલાકે અંગત સ્વાર્થ માટે ફેરફાર કરાવેલ હોય તેમના નામ પ્રજા સમક્ષ જાહેર કરવા જોઇએ.
આ બાબતે તાત્કાલિક કાર્યવાહી નહીં કરાય તો નાછુટકે પ્રજા અને પર્યાવરણવાદીઓએ ગાંધી ચિંધ્યા માર્ગે જવાની ફરજ પડશે. રમેશભાઇ ચૌધરીએ કહ્યું કે, આ નેશનલ હાઇવે પાંચોટ બાયપાસથી શિવાલા સર્કલ થઇ ખેરવા તરફ જવામાં 5 કિમી થાય, જે એલાઇમેન્ટ બદલાતાં શિવાલા સર્કલથી પાલાવાસણા સર્કલ, શોભાસણ, રૂપાલ, રામપુરા, કડવાસણ થઇ ખેરવા જવામાં 12 કિમીનું અંતર વધી જાય છે. જેમાં ઇંધણનો વેડફાટ અને પ્રદૂષણ થશે. આથી આ નેશનલ હાઇવે ગીચ ટ્રાફિકના બદલે બાયપાસથી કરવા રજૂઆત કરી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.