મારો અવાજ,
ભૂજ તાલુકા ભારાપર ગામમાં ગામ પંચાયતમાં
માનકુવા પોલીસ P.I.ચોધરી દ્વારા એક ગ્રામસભા યોજવામાં આવી હતી
જેમાં ગામના મુખ્ય લોકો અને ગામજનો જોડાયા હતા
જેનું હેતુ દારૂ,જુગાર સહિતની બદીઓ જેવા ખોટા કામ જે રોકવા P I ચોધરીએ ખાતરી આપી અને જણાવ્યું હતું કે અમારી ટીમ થકી ખાસ નજર રખાશે અને કડક કાર્યવાહી કરીશું.
અને જે લોકો દારૂ બનાવે છે તેમને કહ્યું તમને સારો અને સાચો ધંધો કરો હું તમને સાથ આપીશ
જેમાં ભારાપર ના સરપંચ શ્રી સારા બાઈ લતીફ કુંભાર
રમેશભાઈ મહેશ્વરી ચેરમેન, લખનભાઈ ધુઆ મુરજીભાઈ બાબુલાલ ભારાપર, લતીફભાઈ કુંભાર (સભ્ય) ભારાપર, કાસમભાઈ સંઘાર (ઉપ સરપંચ) નિરંજન ભાઈ ગરવા અને અન્ય મહિલા અગ્રણી અને ગામજનો જોડાયા હતા.
લતીફભાઈ કુંભાર એ ખાતરી આપી કે પોલીસ જે કાર્યવાહી કરવામાં આવશે અમે પોલીસે પૂરો સાથ સહકાર આપવા તૈયાર છીએ
જેમાં લખન ધૂઆ અને નરેસ ભાઈ મહેશ્વરી એ પોતાની કોમ ને ખાસ ભલામણ કરી હતી કે તમે દારૂ જુગાર થી દુર રહી ભણતર અને સારા કાર્ય માં ધ્યાન આપો અને તમને સપોર્ટ કરવા તૈયાર છીએ
અહેવાલ. રમેશ મહેશ્વરી. ભૂજ