મારો અવાજ,
બી એસ પટેલ સર્વોદય હાઇસ્કુલ પીંપળ ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને ઇનામ વિતરણ સમારંભ યોજાયો
આજરોજ તારીખ 4 3 2023 ને શનિવારના રોજે સવારે 9:30 કલાકે બી એસ પટેલ સર્વોદય હાઇસ્કુલ પીંપળ ખાતે ધોરણ 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને સ્કૂલમાં વર્ષ દરમિયાન કરેલા સાંસ્કૃતિક પ્રોગ્રામો ના ઇનામ વિતરણો કરવામાં આવેલ
જેમાં અધ્યક્ષ તરીકે શ્રી હરેશભાઈ બી પટેલ શાળાના પ્રમુખશ્રી તથા શ્રી શાંતિભાઈ એસ પટેલ શાળાના મંત્રીશ્રી તથા મુખ્ય મહેમાન શ્રી મહેન્દ્રભાઈ બી પટેલ તથા શ્રી હરેશભાઈ બી પટેલ અમદાવાદ થી તથા અતિથિ વિશેષ તરીકે શ્રી કિરીટભાઈ જે પટેલ ઓએનજીસી મહેસાણા થી પધાર્યા હતા તથા આમંત્રિત મહેમાનો ચેતનભાઇ શાહ તથા મકબુલભાઈ સાહેબ તથા વિપુલભાઈ સાહેબ અને અન્ય મહાનુભાવો પધારેલ હતા. જેમાં શાળાની અંદર થયેલ વર્ષ દરમિયાન સાંસ્કૃતિક પ્રોગ્રામો તથા ધોરણ નવ અને 10 માં સારા ગુણ મેળવીને જે વિદ્યાર્થીઓ પાસ થયા હતા તેમને ઇનામ આપીને વધાવવામાં આવ્યા હતા સમગ્ર પ્રોગ્રામનું સંચાલન શ્રી ચંદુભાઈ સાહેબે કર્યું હતું. શાળાના આચાર્ય એચ વી પટેલ સાહેબે જણાવ્યું હતું કે અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓને સંપૂર્ણ જ્ઞાન તથા વ્યવહારિક જ્ઞાન પણ આપવામાં આવે છે.
શાળાના પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે અમારી શાળા જર્જરી થઈ ગઈ હતી અને રીનોવેશન નું કામ કરવાનું હતું એમાં શ્રી મહેન્દ્રભાઈ બી પટેલે અમોને સારી એવી સહાય કરી છે તથા શાળામાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ તરફથી પણ અમોને સારી એવી સહાય મળી છે હાલમાં અમારી શાળાની અંદર વિદ્યાર્થીઓ સારી એવી કારકિર્દી મેળવી રહ્યા છે દાતાઓના દાનથી શાળામાં પણ સાંસ્કૃતિક પ્રોગ્રામ કરી શકાય છે
આજના દિવસે શાળાઓની વિદ્યાર્થીનીઓએ પ્રાર્થના ગીત ગરબા કર્યા હતા અને આનંદ અને કિલ્લોલ સાથે આજનો વિદાય સમારંભ પૂર્ણ કર્યો હતો.
અહેવાલ. ચેતન શાહ.