બે દિવસ પહેલા જ વિજાપુરમાં મોટો જુગાર ધામ પકડાયો અને તે જુગારધામ સ્થાનિક પોલીસની પરમિશનથી ચાલતો હોવાની બાતમી મહેસાણા પેરોલ ફર્લો સ્કોર્ડ ટીમને મળતા મહેસાણા એસપી અચલ ત્યાગીની સુચનાથી
વિજાપુરના સંઘપુર નજીક આવેલા ફાર્મ પર મહેસાણા પેરોલ ફર્લો સ્કોડના એએસઆઈ નરેન્દ્રસિંહ હર્ષદસિંહ,જયદીપ સિંહ, રવિકુમાર અને જોરાજી બાતમીના આધારે જુગાર ધામ પર દરોડો પાડી જુગાર રમતા 14ને ઝડપી કુલ 5 લાખ 34 હજાર 100 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
આ જુગાર ધામ પર પત્તા ચીપવા માટે નેપાળી યુવતીઓ લાવવામાં આવી હતી.
વિજાપુરના જુના સંઘપુર ગામની સીમમાં રાઠોડ નરેન્દ્ર સિંહ ઉર્ફ પપ્પુ તેના ફાર્મ હાઉસમાં પટેલ દિનેશ ઉર્ફ મદન વાળો ભેગા મળી બહારથી જુગારિયા બોલાવી પોતાના ફાર્મ પર જુગાર રમાડતા હોવાની બાતમી મહેસાણા પેરોલ ફ્લો ટીમને મળતા ટીમે ફાર્મ હાઉસ પર દરોડો પાડ્યો હતો. જ્યાં સ્થળ પર જુગાર રમતા 14 જુગારીને દબોચી લેવામાં આવ્યા હતા. રેડ દરમિયાન પોલીસે 71,500 રોકડા,12 મોબાઈલ કિંમત 1,05,000 થતા કોઈન નંગ 1450 , 9 ટેબલ 2 વાહનો મળી કુલ 5,34,100 નો મુદ્દામાલ ઝડપી લેવામાં આવ્યો.
નેપાળથી બે મહિલા ફાર્મ પર લવાઈ હતી પતા બાટવા..
સમગ્ર રેડ દરમિયાન પોલીસ તપાસમાં સામે આવ્યું હતું..
લોકોની માંગ છે કે વિજાપુરના વહીવટદાર જયેન્દ્રસિંહની બદલી તો થઇ પણ જો તેમનો ફોનની કોલ હિસ્ટ્રી ચેક કરવામાં આવે તો અનેક ખુલાસાઓ થઈ શકે છે.
જિલ્લાના બીજા વહીવટદારોને પણ વિજાપુર પોલીસ સ્ટેશન વહીવટદારની બદલી જોઈ શીખ લેવા જેવી છે કે તમે અધિકારીઓ માટે ગમે તેવા ભરણ નક્કી કરો પણ છેલ્લે ભોગ તો વહીવટદારનો જ લેવાય છે. અધિકારીઓ મોજ કરતા હોય છે અને જિલ્લાની કોઈ મોટી રેડ પડે અને બદલીની વાત આવે તો વહીવટદારનો જ ભોગ લેવાય તે વખતે કોઈ અધિકારી એમ નથી કહેતા કે મારો માણસ છે? જ્યાં સુધી પૈસા કમાય ત્યાં સુધી જ અધિકારીઓ વહીવટદારને સાચવતા હોય છે. બસ એ જ ઘટના આજ વિજાપુરમાં બની છે. જયેન્દ્રસિંહ જ્યાં સુધી કમાઈને લાવતા ત્યાં સુધી સારા હતા અને બદલી કરવામાં આવી એટલે જયેન્દ્રસિંહ એકલા પડી ગયા? કોઈ ઘટના ઘટે તો માત્ર વહીવટદારની જ નહીં પણ સાથે પોલીસ સ્ટૅશનના અધિકારીની પણ બદલી થવી જોઈએ…..
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.