નિલેશ અને અનિલ પ્રજાપતિ કોણ? જે વિદેશી દારૂનો વેપલો કરે છે?
સાહેબના વહીવટદાર કોણ? શું તે નિલેશ અને અનિલ પ્રજાપતિ ઓળખતા નથી?
ઊંઝાના ધારાસભ્ય કે. કે. પટેલ દ્વારા એક લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્થાનિક પોલીસ ઈન્સ્પેકટર પણ હાજર રહ્યા હતા. આ લોકો દરબારમાં ચોરી, લૂંટ, ટ્રાફિક,દારૂ, જુગાર અસામાજિક તત્વોનો ત્રાસ અને ડ્રગ્સ જેવી અનેક ફરિયાદ લોકોને ધારાસભ્ય સમક્ષ મૂકી હતી, પરંતુ આ તમામ ફરિયાદો પૈકી એક ફરિયાદ એવી હતી કે પાણિપુરીમાં ડ્રગ્સની મિલાવટ કરવામાં આવે છે. આ ફરિયાદ સાંભળતા જ ધારાસભ્ય અને પોલીસ ઈન્સ્પેકટરની આંખો ચાર થઈ ગઈ હતી.
ઉલ્લેખીય છે કે સામાન્ય રીતે મહિલાઓ અને બાળકો પાણિપુરી ખાવાના શોખીન હોય છે. આવા કિસ્સામાં જો ખરેખરમાં આવી રીતે પાણિપુરીમાં ડ્રગ્સની મિલાવટ કરવામાં આવતી હોય તો આ મહિલાઓ અને બાળકો ડ્રગ્સના બંધાણી બની શકે છે, આવા કિસ્સામાં તાત્કાલિક આ ફરિયાદ ઉપર પગલાં લેવાવા જોઈએ અને જવાબદાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી કરવામાં આવવી જોઈએ.
સામાજિક અગ્રણીઓને સતર્ક રહેવાની અને ગામમાં તમામ લોકોને જાગૃતિ લાવવાની અપીલ કરી હતી.