તારીખ ૦૮/૦૩/૨૦૨૩ ના રોજ સાંજે.૫.૦૦. કલાકે. પાલનપુર થી. હાથીદરા જંગલમાં કીડિયારુ પ્રોગ્રામ રાખેલ.જીવદયા ફાઉન્ડેશન દ્વારા સ્વ.રિશી ગોપાલભાઈ ચંદાની યાદમાં હાથીદરા જંગલમાં વિસ્તારમાં ૧૦૦.જેટલા શ્રીફળ, ૨૫. કિલો અનાજનો ભરડા કીડિયારું પૂરવામાં આવ્યા હતું.
નારીયલમા ઉપરથી હોલ પાડીને કોપડામાં કીડિયારુ ભરવામા આવે છે બાદ વૃક્ષની બખોલમાં મુકતા કીડીઓ તેની અંદર થી ખોરાક લે છે પણ ચોમાસામાં વરસાદથી બચવા આશરો પણ તેમાં લે છે આપણે કોઈપણ વ્યક્તિને ભોજન આપીએ તો અંતરથી આશીર્વાદ આપે છે તો તેવી રીતે જ કીડીઓને કણ નાખવામાં આવે તો તે પણ આપણને આશીર્વાદ આપે છે આપણી દરેક મુશ્કેલીમાંએ આશીર્વાદ આપણે બચાવે છે પરંતુ કીડીઓને કણ નાખવાને લઈને એવું પણ કહેવામાં આવે જે લોકો કીડીયારું પુરતા હોય છે મૃત્યુ પછી પણ સ્વર્ગ મળે છે આ સાથે જીવદયા ફાઉન્ડેશન પ્રમુખ શ્રી ઠાકોરદાસ ખત્રી ,હરિભાઈ વિષ્ણુ મહારાજ, પરાગભાઇ સ્વામી, ગોરધનભાઈ. ચંદનભાઇ. કાર્તિક ખત્રી. જશવંતભાઈ ખત્રી. દિનેશભાઈ શર્મા વિપુલભાઈ. વગેરે પોતાનો કીમતી સમય ફાળવી સેવાના કાર્યમાં સહયોગી બન્યા હતા.