મહેસાણા LCB પોલીસે ઊંઝામાં પગીવાસમાં આવેલા મકાનમાં રેડ કરી વિદેશી દારૂ ઝડપ્યો
મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઊંઝા શહેરમા પગીવાસમાં આવેલા મકાનમાં ગેરકાયદેસર વિદેશી દારૂ રાખી શખ્સ વેપાર કરે છે બાતમી આધારે LCBએ રેડ મારી વિદેશી દારૂ ઝડપી લીધો હતો. ઊંઝા શહેરમા આવેલા પગીવાસમાં રહેતો ઠાકોર સતિષજી ભરતજી પોતાના ઘરે વિદેશી દારૂ સંતાડી વેપાર કરતો હોવાની બાતમી મહેસાણા એલસીબી ટીમને મળતા ટીમે તેના ઘરે દરોડો પડ્યો હતો.ઘરમાં તપાસ દરમિયાન અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની 158 બોટલ કિંમત 35,645 તેમજ મોબાઈલ કિંમત 2 હજાર મળી કુલ 37,645 નો મુદ્દામાલ ઝડપી ઠાકોર સતિષજી તેમજ મિતેષ જી લેબાજી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.